fbpx
ભાવનગર

લોક ઉપયોગી કાર્યો થકી જિલ્લાભરમાં ઉજવાશે ભાવનગર સાંસદ નો ભવ્ય જન્મદિવસ

રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ તેમજ સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર અને બોટાદ જિલ્લામાં લોક ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વિધવા અને નિસહાય જરૂરિયાતમંદ બહેનોને સાડી વિતરણ, મંદ બુદ્ધિ આશ્રમમાં ભોજન વિતરણ, સ્કૂલ આંગણવાડીના બાળકોને બિસ્કીટ નાસ્તાઓ નું વિતરણ  ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે શિરો તથા ફ્રુટ નું વિતરણ સહિત વૃક્ષારોપણ અને  ગાયોને ઘાસચારો,મહા આરતી અને પ્રસાદ વિતરણ, અનાજ કીટ વિતરણ   જેવા લોક ઉપયોગી કાર્યો થકી જિલ્લાભરમાં ઉજવાશે સાંસદ શ્રીનો ભવ્ય જન્મદિવસ.

*ભાજપના  રાષ્ટ્રીય સંગઠન નું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ ના જન્મ દિવસ  નિમિતે મહા રક્તદાન શિબિર તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ નીલકંઠ આરોગ્ય ધામ ભાવનગર જીલ્લા ભાજપના  માન અધ્યક્ષશ્રી આર. સી. મકવાણા ના  અધ્યક્ષ સ્થાને  યોજાશે તેમજ સિહોર તાલુકાના વરલ ગામે મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલ છે અને તળાજા તાલુકાના ઠળિયા મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

ઉપરાંત તળાજા તાલુકાના મીઠીવીરડી તેમજ ઘોઘા ની દરેક આંગણવાડીમાં અને ઘોઘા કન્યા શાળામાં બાળકોને નાસ્તા વિતરણ નું આયોજન સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે. ભાવનગર તાલુકાના માલણકા, લાખણકા, હાથબ, કોળીયાક, સુરકા, ભંડારીયા, અધેવાડા સહિતના ગામોમાં  પ્રાથમિક શાળા અને આંગણવાડીના  બાળકોને બિસ્કીટ તથા ચોકલેટ વિતરણ તેમજ મહાઆરતી અને પ્રસાદ વિતરણ નું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત અખિલ ભારતી કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા ટીમ દ્વારા મુકેશભાઈ રાઠોડ ની આગેવાનીમાં ભાવનગર તાલુકા ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્ટડી કીટ નું વિતરણ નું પણ આયોજન કરવામાં આવેલ છે.

સિહોર શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ  ચાણક્ય પ્રાથમિક શાળાના બાળકોને ભોજન વિતરણનું આયોજન કરવામાં આવેલ. પાલીતાણા અખિલ ભારતી કોળી સમાજ દ્વારા પાલીતાણા રોડ પર આવેલ દીકરી નું ઘર પર ભોજન વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવેલ. ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા દ્વારા મંદ બુદ્ધિ આશ્રમ  સોનગઢ થી આગળ પીપરલા ની બાજુમાં અને નોઘણવદર રોડ પર આવેલા આશ્રમ ઉપર ભોજન વિતરણ નું આયોજન કરવામાં આવેલ.

ભાવનગર શહેરમાં કુંભારવાડા, વડવા બ વોર્ડ તેમજ ખેડૂત વાસ યોગેશ્વર મંદિર અને ઘોઘા રોડ ગૌશાળા પાછળ મફતનગર માં વિધવા અને નિસહાય તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડી વિતરણ સહિત ખેડૂતવાસ રૂવાપરી રોડ ( રક્તપિત કોલોની)માં અનાજ કીટ નું વિતરણ નું આયોજન પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલ છે.

વલભીપુર તાલુકા તળપદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ તથા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા તોતણીયાળા મુકામે વિધવા બહેનોને સાડી વિતરણ, બાળકોને ચપ્પલ વિતરણ, વૃક્ષારોપણ, નાસ્તા વિતરણ નું આયોજન કરવામાં આવેલ. બોટાદ જિલ્લામાં માનવ મંદ બુદ્ધિ આશ્રમ સમઢીયાળા નં.1 બોટાદ દેવતુલ્ય માનવોની ભોજન સેવા નું આયોજન કરવામાં આવેલ તેમજ ગઢડા આવેલ રેફરલ હોસ્પિટલમાં શીરો તથા ફ્રુટનું વિતરણ અખિલ ભારતી કોળી સમાજ ગઢડા તાલુકા દ્વારા  કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ઘોઘા તાલુકામાં માલપર મુકામે સુકન્યા સમૃદ્ધિ યોજના, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, આવકનો દાખલો, તેમજ વિવિધ સરકારી યોજનાઓનો મહા કેમ્પ   સહિત  આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ભોજન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ.

આ  ઉજવણીમાં  પ્રદેશ – જીલ્લા તાલુકા સંગઠન ના દરેક હોદ્દેદારોશ્રીઓ તેમજ જીલ્લા પંચાયત / તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ  , સેલ મોર્ચાના હોદેદારો, સહકાર સંઘ અને માર્કેટિંગ યાર્ડ ડાઇરેક્ટરશ્રીઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ,તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ ની લાગણી *જીવનમાં આશીર્વાદ મળે વડીલો થી,સહયોગ મળે નાના ઓથી, ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી એ જ ભાવના સાથે* ભાવનગર અને બોટાદ જિલ્લાના  સૌ આગેવાનો, કાર્યકર્તાઓ સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ ના જન્મદિવસની ઉજવણીમાં તનતોડ મહેનત કરી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/