fbpx
ભાવનગર

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શહીદ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૨૩ માર્ચના રોજ ‘શહીદ દિવસ’ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહીદ દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે ૧૯૩૧ માં ભારતની આઝાદીની લડત દરમિયાન ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસને ચિહ્નિત કરે છે. આ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ‘શહીદ દિવસ’ શા માટે ઉજવવામાં આવે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન મિનેશ ખારવા દ્વારા ‘શહીદ દિવસ’ ની માહિતી આપતો એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાર્થીઓ તથા મુલાકાતીઓ ને ‘ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર’ ના જીવનચરિત્ર પરની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ આયોજનમા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામી સાહેબની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/