fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાની ગુજરાત STEM ક્વિઝ ૨.૦ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૧૪ એપ્રિલના રોજ યોજાશે

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ‘ગુજરાત STEM ક્વિઝ ૨.0’ નુ આયોજન કરવામા આવ્યુ છે. ભાવનગર જિલ્લા ‘ગુજરાત STEM  ક્વિઝ ૨.0’ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૧૪ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧૧ વચ્ચે યોજાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે STEM (Science, Technology, Engineering and Mathematics)  ક્વિઝમા ભાવનગર જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ ના ઘણા બાળકોએ રજિસ્ટેશન કર્યુ છે.

ઓનલાઈન યોજનાર આ ક્વિઝમાં રજિસ્ટેશન કરેલ વિદ્યાર્થીઓને યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલી દેવામા આવ્યા છે. આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી દરેક તાલુકામાંથી ૧૦ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા માટે પસંદગી થશે.

આ વિજેતા વિદ્યાર્થીઓને ડ્રોનકીટ, રોબોટીક કીટ, ટેલિસ્કોપ વગેરેમાંથી કોઈ એક ઈનામ આપવામાં આવશે અને સ્ટેટ લેવલે વિજેતા વિદ્યાર્થીઓને લેટેસ્ટ લેપટોપ, ટેબ્લેટ જેવા ઈનામો મળશે તેમજ વિજેતા વિદ્યાર્થીઓને બુટ કેમ્પમાં ભાગ લેવાની તથા NSFU, ઈસરો, સાયન્સ સિટિ, પ્લાઝમાં રિસર્ચ સેન્ટર, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ જેવી ખ્યાતનામ સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે.

‘ગુજરાત STEM ક્વિઝ ૨.0’ નુ આયોજન કરવા માટે ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે ૯૫૮૬૧૦૦૬૦૦ ઉપર સંપર્ક કરી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/