fbpx
ભાવનગર

વિધાર્થી યુવાનેતા યુવરાજસિંહ જાડેજાના ૭ દિવસના રિમાન્ડ મંજૂર થયા

મીકાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહના કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ૨ આરોપીના નામ છૂપાવવા યુવરાજસિંહ જાડેજાએ ૧ કરોડ રૂપિયા લીધાનો આરોપ લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજાને આઠ મુદ્દાને ધ્યાને રાખી ૨૯ એપ્રિલ સાંજે ૫ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ કોને આપ્યો, વિડિયો ઉતારવામાં કોણ કોણ હતા, એક કરોડની રિકવરી, વધુ કેટલા સામેલ છે, સહિતના મુદ્દે રિમાન્ડ મંજૂર કરાયા છે. એડિશનલ સિવિલ જજ એસ.એસ. ભાદોરિયાએ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ યુવરાજસિંહ જાડેજાની ૭ દિવસ દરમ્યાન પૂછપરછ કરી માહિતી મેળવવા પ્રયાસ કરશે. ડમીકાંડ મામલે ગઈકાલથી યુવરાજસિંહની ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. મળતી વિગતો મુજબ પોલીસે યુવરાજસિંહના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ પોલીસ મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું કે ગઈકાલે અને આજે પણ મેં યુવરાજસિંહને પુછ્યું હતું કે કોઈ મોટા રાજકીય વ્યક્તિના નામ છે, જેમાં યુવરાજસિંહે મને રૂબરૂમાં ના પાડી છે કે, કોઈ રાજકીય નામ નથી. રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જે નામો આપેલા તેમના દસ્તાવેજાે મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. યુવરાજસિંહની ધરપકડ બાદ પૂછપરછ કરવા ૧૪ દિવસની રીમાન્ડની માંગ કરી હતી. પોતાને થ્રેટ હોવાની રજુઆત, રાજકીય વ્યક્તિની સંડોવણી બાબતે પૂછપરછ કરતા રેન્જ આઈજીએ વ્યક્તિગત પૂછતાં કઈ ના હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહની પુછપરછમાં જણાવ્યું કે મને મારી ધરપકડ અંગે શંકા હોવાથી મેં નામો લીધા હતા.

ધમકી અંગે પોલીસે પૂછતાં યુવરાજસિંહ જાડેજા કોઈ અરજી કે રજુઆત કરી નહોતી અને ફોન પણ આવેલા ન હોવાનું જણાવેલું હતું. બિપિન અને ઘનશ્યામ એ પોતાના ભાગના ૧૦ ટકા લેખે ૧૦ લાખ લીધેલા જે રિકવર કરવા તજવીજ કરેલી છે. ઝ્રડ્ઢઇ અને ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, નારી ચોકડી પાસે થયેલી મિટિંગ બાબતે ઝ્રડ્ઢઇમાં કંફ્રોમ થયું હતું. પીકેની મેટર પતાવવા ઝ્રડ્ઢઇ દ્વારા વિક્ટોરિયા ગાર્ડન પાસેના તમામ ભેગા થયા હોવાનું ખુલ્યું છે. લીલા સર્કલથી વિરાની સર્કલ પાસે બિપિન પૈસા લઈ જતો હોવાના ઝ્રડ્ઢઇ અને ઝ્રઝ્ર્‌ફ ફોટો મળેલ છે. અન્ય એક ઝ્રઝ્ર્‌ફ ફૂટેજમા છેલ્લી રકમ લઈ પૈસા જતો દેખાય છે તે સંભવિત કાનભા હોવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે યુવરાજસિંહને ફરી પોલીસ હેડ ક્વાર્ટર લવાયો હતો અને હેડ ક્વાર્ટરથી કોર્ટમાં રજૂ કરાયો છે. યુવરાજસિંહને એડિશનલ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાશે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાદોરિયા સામે રજૂ કરાયો છે. પોલીસ યુવરાજસિંહના ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી છે.

અગાઉ યુવરાજસિંહને ફિંગર પ્રિન્ટ માટે નિલમબાગ પોલીસ સ્ટેશન લવાયો હતો. યુવરાજ સિંહના તોડ કાંડ મામલે વધુ એક ખુલાસો થયા બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહની ુરટ્ઠંજટ્ઠॅॅ ચેટ સામે આવી છે. વોટ્‌સએપ ચેટ મળ્યા હોવાની પોલીસની ખાતરી છે. બિપીન ત્રિવેદીએ યુવરાજને પીકેનુ નામ કેવી રીતે બહાર આવ્યુ તે અંગે પુછ્યુ હતુ. યુવરાજની પ્રેસના બીજા દિવસે જ પીકેનું નામ ન્યુઝ પેપરમાં છપાતા વાતચિત કરી હતી. જેમાં એક કરોડની રિકવરી, મોબાઈલ ચેટની હ્લજીન્ મારફતે તપાસ કરવા આરોપીને સાથે તપાસ કરવાના મુદ્દા રીમાન્ડમાં કરવામાં આવ્યા છે. ઇદ્ભનું આખું નામ રમેશ કરમશી હોવાનું સામે આવ્યું છે. યુવરાજસિંહ જાડેજા તોડકાંડ મામલે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસે ઘનશ્યામ અને બિપિન પાસેથી રોકડ રકમ કબજે કરી લીધી છે. ૧૦ લાખ જેટલી રકમ પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી છે. યુવરાજસિંહ તોડકાંડ મામલે ફરી એક મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાની ઉૐછ્‌જીછઁઁ ચેટ સામે આવી છે. બિપિન ત્રિવેદીએ યુવરાજને ઁદ્ભનું નામ કેવી રીતે બહાર આવ્યું તે અંગે પૂછ્યું હતું. યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સના બીજા દિવસે જ ઁદ્ભનું નામ ન્યૂઝ પેપરમાં છપાતા વાતચીત કરી હતી. યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/