fbpx
ભાવનગર

માધવ આશ્રમ ભંમરિયા આયોજિત બિલ્વપત્ર મહોત્સવ એવમ લાખેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ

ગારીયાધાર તાલુકા ના ભંમરીયા ખાતે માધવ આશ્રમ આયોજિત બિલ્વપત્ર મહોત્સવ એવમ લાખેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ તા ૦૨/૦૫/૨૩ થી પ્રારંભ થઇ તા૧૦/૦૫/૨૩ સુધી ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવ ત્રિદિવસીય શિવપ્રતિષ્ઠા પંચ દિવસીય મહા યાગ ધર્મ સભા સાથે લાખેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ પૂ સંત શ્રી  ભવાનબાપુ ગુરુ શ્રી લાખાબાપુ  માધવ આશ્રમ ભંમરીયા ખાતે વિક્રમ સંવત ૨૦૭૯ વૈશાખ સુદ બારસ ને તા.૦૨/૦૫/૨૩ ને મંગળવાર ની મંગળ પ્રભાતે પ્રારંભ આ દિવ્ય મહોત્સવ ની તા ૧૦/૦૫/૨૩ ને વૈશાખ વદ પાંચમ ને બુધવારે પુર્ણાહુતી સુધી અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો ભજન ભોજન ને ભક્તિમય ધર્મોત્સવ માં આચાર્ય શ્રી અભિષેક પંડયા સાંદિપની વિદ્યાનિકેતન પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના શિષ્ય ના શ્રી મુખે શૈવ હી પરમો ધર્મ  શિવ તત્ત્વ સૃષ્ટિનાં કણ-કણમાં પ્રસરાયેલું છે આપણાં શાસ્ત્રમાં ‘શિવ’ નો અર્થ જ ‘કલ્યાણ’ થાય છે.

‘કલ્યાણ’ નો અર્થ થાય છે જીવન, એક નવીન ઉર્જા અને ઉત્સાહથી આપ્લાવિત હોવું. સદાશિવ મહેશ્વરની મહતી અનુકંપાથી પરમકૃપાળુ શ્રી રણછોડરાયની કૃપાથી તથા “માધવેશ્વર” મહાદેવની કૃપાથી પરમ પૂજય ગુરુદેવ શ્રી લાખાબાપુ એ માધવ આશ્રમ આધ્યાત્મિક જગતમાં એક વટવૃક્ષ બનીને ધર્મ-વેદનાં પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રવૃત્ત છે ધર્મની સંસ્થાપના માટે પરમ પૂજય સંત શ્રી ભવાનબાપુની પ્રેરણાથી તથા ગુરુશ્રી લાખાબાપુનાં સંકલ્પરૂપી ‘‘લાખેશ્વર મહાદેવ” ની પ્રાણ પ્રતિષ્ઠા, “સદગુરુદેવ શ્રી લાખાબાપુ” ની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ ભગવાન મહારુદ્રની કૃપા પ્રાપ્ત કરવા હેતુ “૧૨૧ કુંડી અતિરુદ્ર મહાયાગનું’ તથા શિવ સ્તોત્રનાં સત્સંગ પ્રવાહ રુપી ‘શ્રી શિવ મહાપુરાણ તત્ત્વાર્થ પ્રવચન” નું ભવ્ય, નવ્ય તથા દિવ્ય આયોજન કરવામાં આવેલું છે. ભગવાન સદાશિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનાં આ ત્રણ પાન રૂપી મહોત્સવ ને “બિલ્વપત્ર મહોત્સવ” એટલે બીલેશ્વર મહોત્સવ હેમાદ્દી યજ્ઞ પ્રારંભ નગરયાત્રા સ્નપન વિધિ મૂર્તિ પ્રતિષ્ઠા માં અતિરુદ્ર મહાયજ્ઞ દીપદાન પ્રયોગ જલયાત્રા પુષ્પાર્ચન પૂજા પાત્રાસાદન પંચવકત્ર પૂજા વિધા સાથે શ્રી શિવમહા પુરાણ તત્વાર્થ પ્રવચન શિવ અનુષ્ઠક વિદ્વાન વક્તા જે વી ધાનાણી ના વ્યાસાસને કથા પ્રારંભ શનિવારે તા.૦૬/૦૫/૨૩ ના સાંજ ના ૫-૦૦ કલાક થી ૭-૦૦ કલાક તા.૧૦/૦૫/૨૩ બુધવાર સુધી રોજ બપોર ના ૧૨ -૦૦ સતસંગ પ્રવાહ સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ બપોર પછી ૩-૩૦ થી સાંજ ના ૭-૦૦ કલાક સંતવાણી લોકડાયરો ભજન સંધ્યા સુર સંધ્યા રાસગરબા જેવા કાર્યક્રમો માં નામી અનામી કલાવૃંદ ઉપસ્થિત રહેશે આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ દરમ્યાન અસંખ્ય જંગમી તીર્થંકર સમાં સંતો રાજસ્વી અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સમયાંતરે ઉપસ્થિત રહેશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/