fbpx
ભાવનગર

આદરણીય મોરારિબાપુની અધ્યક્ષતામાં શિશુવિહાર સંસ્થા ને ‘દર્શક’ ઍવોર્ડ એનાયત

ભાવનગર ગુજરાતમાં નઈ તાલીમની ભૂમિકા સ્થાપિત કરનાર જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પૂજ્ય મનુભાઈ પંચોળીની પુણ્ય સ્મૃતિમાં વર્ષ ૧૯૯૨ થી પ્રારંભાયેલ “દર્શક એવોર્ડ” ભાવનગર ની શિશુવિહાર સંસ્થાને એનાયત થયો. તારીખ ૨.મે, મંગળવારે સવારે ૧૦ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાએલ સમારોહમાં ભાવનગર જિલ્લાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનાં અધિષ્ઠાતા અને પી.ડી. લાઈટ ના ચેરમેન શ્રી મધુકરભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિમાં યોજાએલ ગરિમાપૂર્ણ સમારોહમાં શિશુવિહાર સંસ્થાની બાળ કેળવણીને રૂ.૧ લાખનાં અનુદાન અને તામ્રપત્રથી અભિવાદિત કરવામાં આવેલ.ગુજરાતનાં પ્રખર કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લા, જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત શ્રી રઘુવીરભાઈ ચૌધરી, પ્રકાશ.ન. શાહ, પદ્મભૂષણ શ્રી કુમારપાળ દેસાઈ તેમજ અનેક ગુણીજનોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાયેલ સાહિત્ય, શિક્ષણ, ગ્રામ પુનરુત્થાન અભિવાદન દર્શક સમારોહમાં ભાવનગરની માનવ ઘડતર સંસ્થા શિશુવિહાર વતી ડૉ. નાનકભાઈ ભટ્ટનું અભિવાદન થયું.આ પ્રસંગે આશીર્વચન આપતા શ્રી મોરારિબાપુએ જણાવ્યુ કે સન્માનિત શિશુવિહાર સંસ્થા એટલે વ્યવહારમાં કોમળ અને શિસ્તમાં કઠોર તત્વનો સુમેળ સાથોસાથ કળીયુગે સંઘની પ્રકારે સુભાષનનો મહિમા પ્રસ્તુત કર્યો હતો.શ્રીમોરારિબાપુએ રામચરિત માનસ સહિત પ્રસંગોના ઉલ્લેખ સાથે બ્રહ્મની વ્યાખ્યા મુજબ સન્માનિત શિશુવિહાર સંસ્થા એટલે વ્યવહારમાં કોમળ અને શિસ્તમાં કઠોર તત્વનો સુમેળ થયેલો છે. અહીં સેવારૂપી અને શબ્દરૂપી બ્રહ્યની સેવા કરનારના સન્માન થઈ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો.શ્રી મનુભાઈ પંચોળી દર્શક સ્થાપિત લોકભારતી તથા શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થાની પ્રવૃત્તિને અને શબ્દ સાહિત્ય અને શાસ્ત્રની સેવા રૂપે વંદનીય ગણાવી હતી.સવિશેષ વૃક્ષો અને વૃદ્ધો બંનેની જરૂર છે, બંને જીવનને છાંયો આપે છે, તેમ જણાવી સત્ય, પ્રેમ અને કરુણાનો મહિમા જણાવ્યો.અધ્યક્ષ સ્થાને રહેલા સમાજસેવી ઉદ્યોગપતિ શ્રી મધુકરભાઈ પારે માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/