fbpx
ભાવનગર

ઉમરાળા તાલુકા ના રેવા ગામે સુરત શહેર ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ની વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર મુહિમ પ્રેરણાત્મક 

સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા વૃક્ષારોપણ માટે માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી પરંતુ હવે મોટી પ્રેરણાત્મક સંસ્થા બનવા લાગી છે વર્ષ ના ૩૬૫ દિવસ સંપૂર્ણ નિસ્વાર્થ  વૃક્ષ ઉછેર માટે કામ કરતી સંસ્થા  ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણ  બચાવો, વૃક્ષ વાવો વરસાદ લાવો તેમજ ઑક્સિજન નું પ્રમાણ વધારોના અમૂલ્ય સૂત્ર દ્વારા જે સુરત માં વૃક્ષારોપણ કરી વૃક્ષો નું જતન અને માવજત કરી છે તે મુહિમ સોશિયલ મીડિયા મારફત અને પ્રેસ મીડિયા મારફત સમગ્ર સૌરાષ્ટ્ર ના છેવાડા ના ગામ ના ગ્રામજનો અને નવ યુવાનો જોડાઈ પર્યાવરણ નું ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છે તાજેતરમાં જ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકા નુ રેવા ગામ.ની યુવા ટીમ આયોજીત મયુરભાઈ  રજોડીયા ઘનશ્યામભાઈ રજોડીયા પ્રવિણભાઈ રજોડીયા વિજયભાઈ રજોડીયા તેમજ નામી અનામી સમસ્ત રેવા ગામના દરેક પરીવાર દ્વારા એક મહા વુક્ષો ઉછેર અભિયાન સુરત થી આયોજન કરવામાં આવ્યું છે જે  રેવા ગામ આવી પહોંચીયું ને ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થા ના સદસ્ય અને સમસ્ત રેવા ગામ તત્પરતા થી વૃક્ષારોપણ અભિયાન ઉપાડ્યું હતું  સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા લીમડા પીપળા વડલા જેવા ૧૨૫ વૃક્ષો અને પીજરાની સુવિધા સાથે વૃક્ષારોપણ કરાયું હતું બીજા  ૨૦૦ જેટલાં વુક્ષોનુ વાવેતર થશે. જેમાં લીમડા  પીપળા વડ ઉમરા  કણજરી જેવા ૧૦૦% ટકા ઓક્સિજન આપે તેવા વૃક્ષો નું વાવેતર કરવામાં આવનાર છે. વૃક્ષારોપણ નહિ પણ વૃક્ષ ઉછેર માટે ખૂબ જાણતી સંસ્થા ગ્રીન આર્મી ની પર્યાવરણ પ્રકૃતિ માટે ઈશ્વરીય મુહિમ મહાનગરો થી વિસ્તરી સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી પહોંચી રહી છે ૨૫૦ થી વધુ સભ્ય સૈનિકો ની સંખ્યા ધરાવતી ગ્રીન આર્મી ની ઘણી વિશેષતા ઓ છે દરેક સભ્ય પોતા ના સારા નરહા પ્રસંગો માં વૃક્ષ ભેટ આપી ઉજવે છે સંસ્થા માં બધા ટ્રસ્ટી કોઈ પ્રમુખ મંત્રી જેવા વિશેષ હોદ્દા નથી દૈનિક વહેલી સવાર ૫-૦૦ કલાકે શહેર દરેક વિસ્તારો માં સંપૂર્ણ નિસ્વાર્થ વૃક્ષ ઉછેર માટે  બાળ ઉછેર જેવી ખેવના સાથે સેવા કરાય છે સુરત થી વિસ્તરી સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી આ મુહિમ સર્વ સ્વીકારીય બની રહી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/