fbpx
ભાવનગર

પાલીતાણા જન્માષ્ટમી મેળાનાં અનુસંધાને “નો પાર્કિંગ ઝોન” અંગેનું જાહેરનામું બહાર પડાયુ

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા ખાતે આગામી તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર હોય અને આ ઉજવણી દરમ્યાન ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોય તેમજ તા.૦૬/૦૯/૨૦૨૩ ના સાતમના તહેવાર અનુસંધાને મોટી સંખ્યામાં માણસો રાત્રિનાં સમયે રોશની જોવા નીકળતા હોય, જેથી ટ્રાફિકને લગતો કોઇ પ્રશ્ન ઉભો ન થાય અને ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાલીતાણા બજરંગદાસબાપા ચોકથી એસ.ટી. રોડ, આબેડકર ચોક ભૈરવનાથ ચોક, મેઇન બજાર, છેલ્લા ચકલા, માનસિંહજી હોસ્પીટલ, બહારપુરા પુલથી બહારપરા પેટી રીગરોડ સુધી રોડની બન્ને સાઈડ તા.૦૬/૦૯/૨૦૨૩ ક. ૧૩/૦૦ થી તા.૦૭/૦૯/૨૦૨૩ ૬.૨૪/૦૦ સુધીનું “નો પાર્કીંગ” અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અઘિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર ટ્રાફીક નિયમન કરવા સારુ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા ખાતે પાલીતાણા બજરંગદાસ બાપા ચોકથી એસ.ટી.રોડ, આંબેડકર ચોક, ભૈરવનાથ ચોક, મેઇન બજાર, છેલ્લા ચકલા, માનસિંહજી હોસ્પીટલ, બહારપુરા પુલથી બહારપરા, ઘેટી રીંગ રોડ સુધી રોડની બન્ને સાઈડને તા.૦૬/૦૯/૨૦૨૩ ૬.૧૩/૦૦ થી તા.૦૭/૦૯/૨૦૨૩ ૬,૨૪/૦૦ સુધી વાહનો પાર્કીંગ ન કરવા “નો પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલાં લેવા માટે ફરજ ઉપરના કોઇ પણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. સદરહું જાહેરનામાનું ઉલ્લંધન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/