fbpx
ભાવનગર

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકને આધાર કાર્ડ કાઢી આપવા તંત્ર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યુ

ચાર વર્ષના બાળકની સારવાર માટે આયુષ્યમાન કાર્ડની જરૂરિયાત ઊભી થઈ, આધાર કાર્ડ ન હોવાથી કાર્ડ કાઢી આપવા આઇ.સી.ડી.એસ. વિભાગ અડધી જ કલાકમાં હોસ્પિટલે પહોંચ્યો ભાવનગર જિલ્લાના સાંઢીડા ગામના ચાર વર્ષના બાળકને હૃદય પર સોજો આવી જતા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આધારકાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. જેથીતેમણે  જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગનો સંપર્ક કરતા અડધી કલાકમાં જ ટીમ સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચીને આધારકાર્ડ કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આમ સરકારશ્રીની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ યથાર્થ થયું હતું.

ભાવનગર જિલ્લાના સાંઢીડા ગામના વતની શ્રી અનિલ અશોકભાઇ ચૌહાણના ૪ વર્ષ પુત્રને હ્રદયમાં સોજો આવી જતા તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલ રિફર કરવાની જરુરિયાત ઉભી થઇ હતી.  જો કે આ સારવાર માટે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવો પડે તેમ હતો પરંતુ બાળકનું આધાર કાર્ડ ન હોવાનું માલૂમ થયું હતું. જેથી તાત્કાલિક આધારકાર્ડની જરૂરીયાત થતાની સાથે જ આઇ.સી.ડી.એસ. કચેરી, જીલ્લા પંચાયતનો સંપર્ક કરાતા કચેરી દ્વારા આધાર કન્સલ્ટન્ટશ્રી કૃણાલ વ્યાસ અને અર્બન ઘટક -૨ નાં ઓપરેટરશ્રી રાજકુમાર જાદવ ૩૦ મિનિટમાં જ  આધાર કીટ સાથે સર ટી. હોસ્પિટલમાં પહોંચી અને તાત્કાલિક આધારકાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/