fbpx
ભાવનગર

ભાવનગરમાં સૌપ્રથમવાર ચોકલેટ બેંક શરૂ કરાઇ

ભાવનગર શહેરમાં સૌપ્રથમવાર એક નવા જ કોન્સેપ્ટ સાથે ચોકલેટ બેંકનો પ્રારંભ ભાવનગરના જ રહેવાસી શ્રી દિપીકાબેન દ્વારા કરવામાં આવ્યો છે.દિપીકાબેનની બાળકો પ્રત્યેની મમતા અને રાજીપો આપવાની ભાવના સાથે તથા સૌને પ્રિય વસ્તુ ચોકલેટનું ગરીબ બાળકો માટે વિનામૂલ્યે વિતરણ થઇ શકે એ માટે ચોકલેટ બેંકનું પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અંગે દિપીકાબેન જણાવે છે કે સુખી પરિવારના તથા ધનાટ્ય લોકો પોતાના બાળકોને નાણાં ખર્ચીને ચોકલેટ આપતા હોય છે જ્યારે ગરીબ બાળકોને ચોકલેટ વિતરણ થઈ શકે એ હેતુથી તેમજ તેમના માતા શ્રીમતી દિનુમતીબેનને 70 વર્ષની ઉંમર હોવા છતાં ચોકલેટ ખાવાનો ખૂબ જ શોખ હોય દીપિકાબેન દ્વારા ભાવનગરના આંગણે ચોકલેટ બેંક નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દાતાઓ તરફથી મળેલી ચોકલેટ અને ગરીબ બાળકો સુધી પહોંચાડવાના અભિગમ સાથે ચોકલેટ બેંક કાર્યરત કરવામાં આવી છે. દીપીકાબેન દ્વારા સંચાલિત ચોકલેટ બેંક ભાવનગરમાં રાજ એવેન્યુ-205, રોયલ કોમ્પલેક્ષની સામે, ભીડભંજન સામે કાર્યરત કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/