fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ નવા પદાધિકારીઓનું અભિવાદન

મોટા પદ માટે નાના કાર્યકરો પણ લાયક હોવાનું ભાજપ માને છે – શ્રી રાઘવજી મકવાણ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નવા પદાધિકારીઓનું કરાયું અભિવાદન – સેવા પખવાડિયાના આયોજનની અપાઈ વિગતોભાવનગર શનિવાર તા.૧૬-૯-૨૦૨૩ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં ચુંટાયેલા  નવા પદાધિકારીઓનું સન્માન કરાયું. આ વેળાએ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ કહ્યું કે, મોટા પદ માટે નાના કાર્યકરો પણ લાયક હોવાનું ભાજપ માને છે અને તે પ્રમાણે પસંદગી થઈ છે. અહી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે સેવા પખવાડિયાના આયોજનની વિગતો આપવામાં આવી.

ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી અને ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી સાથે તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં તાજેતરમાં ભાજપના પ્રમુખ તથા ઉપપ્રમુખો ચુંટાયા તેઓનું સન્માન અભિવાદન યોજાઈ ગયું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે ભાજપ દ્વારા સેવા પખવાડિયામાં વિવિધ સેવા કાર્ય અને કાર્યક્રમો યોજાનાર છે. આજના સન્માન કાર્યક્રમ સંદર્ભે તેઓએ કહ્યું કે

મોટા પદ માટે નાના કાર્યકરો પણ લાયક હોવાનું ભાજપ માને છે અને તે પ્રમાણે પસંદગી થઈ છે, જે અન્ય પક્ષોમાં માટે વગદાર કે મોટા માથાના વ્યક્તિને જ હોદ્દાઓ અપાતા હતા. ભાજપ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વંચિતો અને છેવાડાનાં માનવીને સાથે જ રાખે છે. તેઓએ નવા પદાધિકારીઓને સતત કાર્યરત રહેવા પણ શીખ આપી. 

ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ દ્વારા પક્ષની શિસ્ત સાથે કાર્યરત રહેલા કાર્યકર્તાઓને બિરદાવ્યા અને જન સેવામાં જોડાઈ રહેવા જણાવી શુભકામના પાઠવી.

પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલાએ સંગઠન માટેની કામગીરી માટે પ્રાસંગિક વાત કરી.

અહી ભાજપના વિવિધ કાર્યક્રમો અભિયાનો સંદર્ભે અગ્રણીઓ શ્રી મહેન્દ્રભાઈ પનોત, શ્રી સી.પી.સરવૈયા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી નીરવભાઈ જોષી, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી રાજેશભાઈ ફાળકી વગેરેએ પ્રાસંગિક વાતો કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ આયોજનો થનાર છે તે વિગતોમાં કાર્યકરો ખભેખભા મિલાવી કામમાં રહ્યા હોવાનું જિલ્લા પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/