fbpx
ભાવનગર

ભાવનગરના ગ્રામ્ય પંથકમાં પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ભાવનગર ગ્રામ્ય જિલ્લાના વલ્લભીપુર ઘટક ખાતે સેજા કાળા તળાવ આંગણવાડી ચમારડી ૩ ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત “સ્વસ્થ બાળક સ્પર્ધા” થીમ હેઠળ તમામ બાલક બાલિકાની આરોગ્ય તપાસ કરાવવી તેમજ તમામ બાળકોનું વજન અને ઊંચાઈ કરી એક થી ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ પોષણની શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી.

દર મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સંવાદ”ની ઉજવણી હેઠળ ભાવનગર ખાતે માલણકા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભાબહેનની શ્રીમંત વિધિ તથા લાભાર્થીઓને પોષણ અંગે ખાસ ધ્યાનમાં રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આંગણવાડીનાં ભુલકાઓ સાથે જન્માષ્ટમી નિમિતે કૃષ્ણજન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં પ્રોગામ ઓફિસરશ્રી, ભાવનગરની અધ્યક્ષતામાં દરેક લાભાર્થીઓ અને વાલીઓ સાથે પોષણ માસ અંતર્ગત શપથ લેવામાં આવેલ હતી. 

આ ઉપરાંત શિહોર ઘટક ખાતે સેજા ઉસરના આંગણવાડી મોટા સુરકા ૧-૨  ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત ટી.એચ.આર. ના ઉપયોગ વિષે સમજ આપેલ તેમજ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તથા ગામના વડિલો સાથે મિટિંગ કરેલ હતી તેમજ પોષણ માહ વિષે સમજ આપેલ તેમજ બાળકોને ન્યુટ્રિગાર્ડનમાં લઇ જઇ શાકભાજી ઓળખ કરી તેમના વિષે બાળકોને માહિતગાર કરેલ હતા. 

ભાવનગર ગ્રામ્ય જિલ્લાના વલ્લભીપુર ઘટક ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત તમામ ગામના આગેવાન સાથે મળી પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/