fbpx
ભાવનગર

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શિક્ષક તાલીમ વર્કશોપ’ યોજાયો

CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, CSMCRI-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી, બેંગ્લોરના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 અને 26 સપ્ટેમ્બર 2023 દરમિયાન બે દિવસ વિજ્ઞાન શિક્ષકો માટે ‘શિક્ષક તાલીમ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ શિક્ષકો તાલીમનો લાભ લીધો હતો.

જેમાં પ્રથમ દિવસે બાળકોને વિજ્ઞાન સાથે જોડવા માટે વિવિધ એક્ટિવિટી જે મોજમસ્તીની સાથે સાથે ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી, વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકે તેવી એક્ટિવિટીની શરૂઆત થઈ ગઇ હતી. આવી પ્રવૃતિઓ શિક્ષકો જાતે શીખી અને સમજી હતી. જેમાં પઝલ, ગણિતના કોયડાઓ, ફિઝિક્સના કોયડાઓ તથા રાસાયણિક પ્રક્રિયા ના વિઘટન, ઓક્સિડેશન-રિડક્શનના કોયડાઓનો સમાવેશ થાય છે. આ સાથે બીજા દિવસે આપણા રોજબરોજના જીવનમા ઉપયોગમાં આવતા વિજ્ઞાનને સમજવા માટે પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા. જેમાં ઘરગથ્થુ ચીજવસ્તુઓ તથા આસપાસ આરામથી મળી રહેતી વસ્તુઓમાંથી જ પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા હતા. જેના દ્વારા વિધાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારબાદ પ્રેક્ટિકલ અંગેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં પ્રથમ દિવસે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચિફ સાયન્ટિસ્ટ ડો. વિનોદકુમાર શાહી તથા પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ અને જિજ્ઞાસા કાર્યક્રમના કોર્ડિનેટર ડો. ડી.આર. ચૌધરી તથા રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી, બેંગ્લોરના શ્રીમતી એલિસ ફિલીપ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં શ્રીમતી એલિસજી ફિલીપ એ બે દિવસ શિક્ષકોને તાલીમ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/