fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાની શ્રીમતિ કે.એસ. કપાસી કોલેજ ખાતે પોષણ અભિયાનની ઉજવણી કરાઇ

પોષણ માસ ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની શ્રીમતિ કે.એસ. કપાસી કોલેજ, પાલીતાણા આઇ.સી.ડી.એસ. ઘટક-૧ દ્રારા પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. 

કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને ટેસ્ટ, ટ્રીટ અને ટોક એનિમિયા રાષ્ટ્રીય પોષણ માસની થીમને ધ્યાને રાખીને અંદાજીત કુલ ૧૯૦ કિશોરીઓનું H.B.ટેસ્ટ હેલ્થ વિભાગ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં શ્રીમતિ ડોલરબેન કપાસીએ મહિલા ગ્રુહ ઉદ્યોગ અને પોષણ વિશે માહિતી આપી હતી, મહિલા સશકિતકરણ, મહિલા વિશેની યોજના આત્મનિર્ભરતા માટેની વિવિધ તાલિમ વિશેની માહિતી અને માર્ગદર્શન પુરુ પાડેલ હતું. પોલિસ વિભાગમાંથી ઉપસ્થિત રહેલ કોમલબેન પરમાર મુશ્કેલી ના સમયમાં ૧૮૧ નો ઉપયોગ અને  તે કંઇ રીતે મહત્ત્વપૂર્ણ બની રહે તે વિશેની સમજ આપેલ હતી. સી.ડી.પી.ઓ. શ્રી અલ્પાબેન મકવાણા દ્રારા કિશોરીઓને પરંપરાગત ભોજનમાં મિલેટ્સનું મહત્વ, કિશોરીઓનું માનસિક સ્વાસ્થ્ય, I.C.D.S.ની સેવાઓ, T.H.R નો દૈનિક આહારમાં ઉપયોગ કરવા વિશે સમજ આપેલ હતી.

આ કાર્યક્રમમાં શ્રીમતિ ડોલરબેન કપાસી, એ.એસ.આઈ. સોનલબેન પરમાર, ૧૮૧ અભયમ સ્ટાફ કોમલબેન પરમાર, કોમલબેન ગોહિલ, હેતલબેન બારડ તેમજ કપાસી કોલેજના સંચાલક શ્રી મુળજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ICDS કચેરીના CDPOશ્રી.મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી વર્કર બહેનો તેમજ કપાસી કોલેજની વિદ્યાર્થિનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/