fbpx
ભાવનગર

ભાવનગરના વરતેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ પ્રસૂતા માતાને પોષણ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો

        ભાવનગરના વરતેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ પ્રસૂતા માતાને દાતાઓની મદદથી પોષણ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વરતેજ ખાતે છેલ્લા બે માસમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થયેલી પ્રસૂતિવાળી બહેનોને વરતેજના દાતા કાદરભાઈ પિરવાણીના સહયોગથી પોષણકીટ આપવામાં આવી હતી.

        સ્વાગત પ્રવચન સામૂહિક આરોગ્ય કેન્દ્ર વરતેજના ડો. રૂપલબેન બાંભણિયાએ કરેલ બાળ રોગ અંગેની ઉપસ્થિત લોકોને સમજણ અપાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો તથા સ્ટાફે સાથે મળીને સફળ બનાવ્યો હતો.

        આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી.એચ.ઓ. શ્રી ડો. કોકીલાબેન સોલંકી, જિલ્લા એપેડેમીક અધિકારી ડો. ચંદ્રકાંતભાઇ કણઝરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઈ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિત, લીલાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી બળવંતભાઈ સોલંકી, શ્રી શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/