fbpx
ભાવનગર

સાંસદ ખેલ મહોત્સવ જિલ્લા કક્ષા સ્પર્ધા ભાવનગર

સાંસદ ખેલ મહોત્સવની જિલ્લા કક્ષાની સ્પર્ધા શનિવાર તથા રવિવાર ભાવનગર ખાતે યોજાશેકેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના અઘ્યક્ષ સ્થાને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ સાથે સમાપન કાર્યક્રમ ભાવનગર ગુરુવાર તા.૨૬-૧૦-૨૦૨૩

ભાવનગર બોટાદ લોકસભા વિસ્તારમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવની જિલ્લા કક્ષાની સ્પર્ધા શનિવાર તથા રવિવાર ભાવનગર ખાતે યોજાશે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના અઘ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ સાથે સિદસર ભાવનગર ખાતે સમાપન કાર્યક્રમ યોજાશે. અહી શહેર તથા જિલ્લાના હોદ્દેદારો જોડાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રનું ખેલ કૌશલ્ય વૈશ્વિક બને અને એક એક નાની મોટી વ્યક્તિ પણ માનસિક અને શારીરિક રીતે મજબૂત રહે તેવા સંકલ્પ ભાવ સાથે ભાવનગર જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવના પ્રથમ તબક્કામાં ભારે ઉત્સાહ રહ્યા બાદ હવે બીજા તબક્કામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાનાર સ્પર્ધાઓ માટે પણ ખૂબ ઉત્સાહ રહેલો છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત આયોજનમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સંકલન રહેલું છે. ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયત પદાધિકારીઓ પણ 

જોડાયેલા રહ્યા છે.

આ બે દિવસો દરમિયાન ભાવનગર ખાતે મુખ્ય સમાપન કાર્યક્રમ સિદસર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમાં શ્રી બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ, શ્રી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય, દક્ષિણામૂર્તિ વિનય મંદિર, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, નૈમિષારણ્ય સ્કૂલ, શ્રી ધનેશ મહેતા હાઈસ્કૂલ, વિદ્યાવિહાર હાઈસ્કૂલ, સહજાનંદ ગુરુકુળ અકવાડા તથા ક્રાઇસ્ટ સ્કૂલ જોડાયેલ છે.

આયોજનમાં તાલુકાની વિગતો મુજબ સાંસદ ખેલ મહોત્સવના આયોજન મુજબ ગુરુવાર તા.૧૯ શનિવાર તા.૨૧ દરમિયાન ભાવનગર જિલ્લાના જે તે તાલુકાના કેન્દ્ર પર પદાધિકારી, અધિકારી તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલ. ભુંભલી ભાવનગર, સોનગઢ સિહોર, વલભીપુર, વાળુકડ ઘોઘા, મહુવા, સુરનગર ગારિયાધાર, વાળુકડ પાલિતાણા, ઉમરાળા, દિહોર તળાજા તથા જેસર ખાતે સાંસદ ખેલ મહોત્સવ આયોજન થયું હતું.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અઘ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા તથા શહેર ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણના સંકલન સાથે ખેલ મહોત્સવમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પ્રશસ્ય ઉપક્રમ યોજાઈ ગયો. જિલ્લાના તાલુકાઓની જવાબદારીઓમાં ટુકડીઓ મુજબ ૧. શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી જગદીશભાઈ મકવાણા તથા શ્રી નરેશભાઈ સોલંકી,૨. શ્રી ભરતભાઈ મેર, શ્રી હર્ષદભાઈ દવે તથા શ્રી નાનુભાઈ ડાંખરા, ૩. શ્રી સી.પી. સરવૈયા, શ્રી રાજુભાઈ બાબરિયા તથા શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને ૪. શ્રી નીરવભાઈ જોષી, શ્રી ગોપાલભાઈ વાઘેલા તથા રમેશભાઈ કાકલોતર સાથે જે તે વિસ્તારના કાર્યકર્તાઓનો સાથ રહ્યો.

સાંસદ ખેલ મહોત્સવમાં સ્થાનિક તંત્ર સાથે કાર્યકર્તાઓ પણ સહકારમાં રહ્યા છે અને તબક્કાવાર રમત ગમત સ્પર્ધાઓ બાદ હવે જિલ્લા કક્ષાએ પણ ઉત્સાહ સાથે સ્પર્ધાઓ યોજાનાર હોવાનું જિલ્લા ભાજપ પ્રચાર પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે. બે દિવસની આ સ્પર્ધા તથા સમાપનમાં અહી શહેર તથા જિલ્લાના ભાજપ હોદ્દેદારો જોડાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/