fbpx
ભાવનગર

મહુવા, રામકથા પ્રારંભ

સર્વ સંમત એક શાસ્ત્ર એટલે રામચરિત માનસ: મોરારીબાપુ

મહુવાના વડલી ગામે માનસ ભૂતનાથ કથાનો પ્રારંભ

કુંઢેલી , તા.28

મહુવાના વડલી ગામ ખાતે આવેલાં પ્રાચીનતમ અને ઐતિહાસિક એવા ભુતનાથ મહાદેવના પ્રાંગણમાં આજ તા 28 ઓક્ટોબર,શરદ પૂર્ણિમાના દિવસે “માનસ ભૂતનાથ”રામકથાનો પુ. મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનારી કથાનો પ્રારંભ થયો. 

       કથાના પ્રારંભમાં બાપુએ તલગાજરડા વાયુમંડળના વિસ્તારમાં આવેલા ગામ કાકીડીમાં આવતા વર્ષે એટલે કે 2024ના ઓક્ટોબર મહિનાની 19 થી 27 તારીખ વચ્ચે આસો વદ 2 ને શનિવારથી આસો વદ 11ને રવિવાર સુધી રામચરિત માનસકથાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. તલગાજરડાના વાયુમંડળમાં કથા કહેવાનો અવસર જ્યારે મળે છે તેની પ્રસન્નતા પણ બાપુએ વ્યક્ત કરી હતી. શિવ એ પાંચ તત્વોનો નાદ છે.જળનાદ, ભૂમિનાદ, અગ્નિનાદ,વાયુનાદ અને આકાશનાદ છે. આમ તો શેષનારાયણ ભગવાન એ ભૂમિને ધારણ કરે છે. તેથી ત્યાંથી પણ ભૂમિનો નાદ પ્રાપ્ત થાય છે.રામચરિત માનસનું મહત્વ અંકિત કરતા બાપુએ ભારપૂર્વક કહ્યું કે આપણાં સર્વસંમત એવા શાસ્ત્રમાં રામચરિત માનસને મૂકવું જોઈએ. ગાંધીજીએ પણ કહ્યું છે કે રામાયણ અને મહાભારતની જાણકારી જેમની પાસે ન હોય તે ખરો ભારતીય નથી. રામચરિત માનસમાં સાત સોપાન એટલે કે સાત પગથિયાની સીડી છે. સોપાન એ શબ્દ તુલસીજીએ આપ્યો છે, પણ સાત કાંડોની વાત વાલ્મિકીજીએ કરી છે.આજની કથામાં રામચરિત માનસનું મહાત્મ્ય વર્ણન કરીને કથાનું સમાપન કરવામાં આવ્યું હતું.

 કથાના પ્રારંભે મુખ્ય મનોરથી શ્રી પરેશભાઈ ફાફડાવાળાએ આ સમગ્ર આયોજનનું શ્રેય અને તેની સફળતા માટે કરાવનાર એ જ અને કરનાર પણ એ જ એવો ભાવ વ્યક્ત કર્યો હતો. નરસિંહ મહેતા એવોર્ડથી વિભૂષિત એવા કવિ શ્રી જવાહર બક્ષીના ગ્રંથ “નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા” નું પુ. બાપુ સમેત સાહિત્યકારોએ લોકાર્પણ કર્યું હતું

        રામકથામાં દેશ-વિદેશના અનેક વ્યાસવાટીકાના ફ્લાવર્સ ભજન અને ભોજનનો પ્રસાદ મેળવવા ઉમટી પડ્યાં છે. મનોરથીશ્રી દાનાભાઈ ફાફડાવાળાએ સુંદર મજાનું આયોજન કર્યું છે. આ કથા આગામી 5 નવેમ્બરના રોજ વિરામ પામશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/