fbpx
ભાવનગર

સિહોર પોલીસ સ્ટેશન ખાતે અધિકારીશ્રીઓ દ્રારા રેકર્ડ વર્ગીકરણ કરાયું

દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી  સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જે અંતર્ગત તા. ૩-૧૧-૨૩ ના રોજ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ, અને પોલીસ સંકુલમાં ગુનાના કામમાં પકડાયેલા ગુના નંબર સાથે વાહનો અલગ પાર્ક કરવામાં આવેલ, તેમજ પોલીસ સ્ટેશનના દરેક વિભાગમાં સાફ સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો હાથ ધરવાનું નિયત કરવામાં આવેલ છે  જે અંગે સિહોર પોલીસ અધિકારીશ્રી એચ જી ભરવાડ, પી.એસ.આઈ. ગૌસ્વામી,  સહિતના પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ, જીઆરડી, ટીઆર.બી. સ્ટાફ સહિતનાઓ દ્વારા વહીવટી શાખાનું રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પંચમુખા પોલીસ ચોકી, ટાણા પોલીસ ચોકી તેમજ ખોડીયાર ઓ.પી. ચોકી ફાયરીંગ બટ સહિત વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓએ રેકર્ડ વર્ગીકરણ કરીને દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. કોઇ પણ ફાઇલ સરળતાથી અને ઝડપતી મળી રહે તે માટે વર્ગ અને વર્ષ વાઇઝ ફાઇલોનું વર્ગીકરણ કરીને પોટલા બાંધવામાં આવ્યા છે. જેનાથી કામની ઝડપ પણ વધશે અને ભવિષ્યમાં જરૂરીયાત મુજબની ફાઇલો સરળતાથી મેળવી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/