fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા. ૨૯ નવેમ્બર થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ 

સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ભાવનગર જિલ્લામાં તા. ૨૯ નવેમ્બર થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને છ રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા એ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ભાવનગર જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભાવનગર તાલુકા મા તા. ૨૯ ના માલણકા અને મીઠાપર, મહુવા તાલુકાનું નેસવડ અને તાવિડા, પાલીતાણા તાલુકામાં સોનપરી અને થોરાળી, સિહોર તાલુકામાં રાજપરા (ખોડીયાર) અને ખાખરીયા, તળાજા તાલુકામાં ફુલસર અને પાવઠી, વલ્લભીપુરમાં જુનારતનપર અને ચાડા ગામે ફરશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારી શ્રી હિતેષ જણકાટ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/