fbpx
ભાવનગર

ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા અને  કરચલીયા પરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્વાગત

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડ માં તારીખ 28 -11 -23 થી તારીખ 4 -12 -23 સુધી રોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું  આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ તા. 2- 12- 23 ને શનિવારે સવારે 9:00 કલાકે ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં તેમજ બપોરે 3 કલાકે કરચલીયા પરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને પદાધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી  યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન  કરવામાં આવેલ હતું.

જેમાં જુદી જુદી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, આગેવાનશ્રી અભયભાઈ ચૌહાણ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, કલેક્ટરશ્રી આર. કે. મહેતા, નાયબ કમિશનરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ સહિતના આગેવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/