fbpx
ભાવનગર

સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા માટે ઉત્સાહ

સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર રામકથા માટે પંથકમાં ભારે ઉત્સાહલોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે કથા લાભ લેવા શ્રોતા ભાવિકો ઉત્સુકઈશ્વરિયા શુક્રવાર તા.૮-૧૨-૨૦૨૩(મૂકેશ પંડિત)સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને આગામી પખવાડિયે યોજાનાર રામકથા માટે પંથકમાં ભારે ઉત્સાહ રહ્યો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે કથા લાભ લેવા શ્રોતા ભાવિકો ઉત્સુક છે.આગામી પખવાડિયે શનિવાર તા.૩૦-૧૨-૨૦૨૩  થી રવિવાર તા.૭-૧-૨૦૨૪ દરમિયાન શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજનાર રામકથા માટે નિમિત્તમાત્ર મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ સાથે લોકભારતી પરિવાર દ્વારા આ આયોજન માટે આસપાસના પંથકમાં ભાવ અને ઉત્સાહ રહ્યો છે.

સણોસરા ગામ સાથે આસપાસના ગામોમાં વિવિધ જ્ઞાતિ સમાજ, મંડળ તેમજ સંસ્થાઓ દ્વારા આ રામકથા પ્રસંગે ઉતારા વ્યવસ્થા તેમજ પૂરક સેવા માટે બેઠકો થઈ રહી છે અને બહાર ગામથી આવનાર મહેમાન શ્રોતાઓ તેમજ પોતપોતાના સંબંધી શ્રોતાઓ માટે વ્યવસ્થાઓ થઈ રહી છે. સમગ્ર રામકથા વ્યવસ્થામાં લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી રામચંદ્રભાઈ પંચોળી સાથે શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીના સંકલન અને શ્રી ચિત્રકૂટધામ પરિવારના શ્રી ભરતભાઈ ચંદ્રાણી, શ્રી જયદેવભાઈ માંકડ સાથે શ્રી ચીમનભાઈ વાઘેલાના માર્ગદર્શન અને તેઓની દેખરેખ સાથે તૈયારીઓ થઈ રહી છે.રામકથા માટેની વિવિધ સમિતિઓમાં સંસ્થાના શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી વિશાલભાઈ ભાદાણી, શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા, શ્રી જયવંતસિંહ ગોહિલ, શ્રી રેખાબેન વ્યાસ, શ્રી ભૌતિકભાઈ લીંબાણી, શ્રી પ્રદીપભાઈ ક્યાડા સહિત સંસ્થાના વિભાગીય કાર્યકર્તાઓની ટુકડીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે.સિહોર, ઉમરાળા, પાલિતાણા, ગારિયાધાર તાલુકા સહિત પૂરા ભાવનગર જિલ્લા સાથે બોટાદ અને અમરેલી જિલ્લામાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે તંત્રવાહકો આ કથા ઉપક્રમ માટે પૂરક સેવા વ્યવસ્થા માટે જોડાયા છે. ભાવિક શ્રોતાઓ માટે આવાગમન, પ્રસાદ, ઉતારા વગેરે વ્યવસ્થા માટે આગેવાનો, કાર્યકર્તાઓ સાથે સણોસરાના ગ્રામજનો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે અને સમગ્ર આયોજન માટે ભારે ઉત્સુક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/