fbpx
ભાવનગર

ઘોઘા તાલુકાના માલપર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભાવપૂર્ણ સ્વાગત

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ શોર્ટફિલ્મ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યો હતો.ઉપરાંત વિવિધ યોજના વિષે માહિતગાર કરતી શોર્ટફિલ્મ પણ ગ્રામજનોએ નિહાળી હતી. ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશે જાણકારીઆપવામાં આવી હતી.

લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોના પ્રમાણપત્રનું અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિતરણ કરાયુ હતું. જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આપણો દેશ વર્ષ 2047માં આઝાદીના100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિકસિત બની જાય તેમજ દેશની ભાવિ પેઢી સ્વસ્થ અને સક્ષમ બને તે આ યાત્રાનોહેતુ છે.‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ દરેક ગામડામાં દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો
લાભ આપવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં કલેકટરશ્રી આર. કે મહેતા ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા, પ્રાંત અધિકારી
એચ.એમ ઝણકાટ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/