fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં 15 દિવસમાં 20,280 નવાં આયુષ્યમાન કાર્ડ બનાવાયા

ભાવનગર જિલ્લામાં 29મી નવેમ્બરે શરુ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’એ 15 દિવસના સમયગાળામાં 231 ગામડાંઓને આવરી લીધા છે. આ ગામોમાં કુલ 48.181 લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. આ ગામોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં કુલ 38,818 લોકોએ આરોગ્ય તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. આરોગ્ય ખાતા દ્વારા કરાયેલા કેમ્પમાં નવાં 20,280 આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ બનાવાયા હતાં, જે પૈકી 8376 કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.
અહીં યોજાયેલા કાર્યક્રમોમાં ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત 777 લાભાર્થીઓએ તેમન્ મળેલા લાભો વર્ણવ્યા હતા. જૈવિક ખેતી કરતા 8697 ખેડૂતો સાથે વાર્તાલાપ કરી અન્ય લોકોને પણ જૈવિક ખેતીની લાભો વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત આ ગામો પૈકી 191 ગામ પી.એમ. કિસાન યોજના હેઠળ સંતૃપ્ત થયાં છે એટલે કે પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને યોજનાનો લાભ અપાયો છે. સરકારી યોજનાઓ માટે પાત્રતા ધરાવતા તમામ લોકો સુધી લાભ પહોંચે તેનો હેતુ આ યાત્રાનો છે. ઉપરાંત 2047માં ભારત જ્યારે સ્વાતંત્ર્યના 50 વર્ષ પૂર્ણ કરે ત્યારે વિકસિત રાષ્ટ્ર બને તેવા સંકલ્પ સાથે આ યાત્રા ગુજરાત
અને ભારતના ગામેગામ ફરી રહી છે.
(બોક્સ)
ક્રમ વિગત કુલ
1 આવરી લીધેલી ગ્રામ પંચાયતની સંખ્યા 231
2 હાજર રહેલી વ્યકતિઓની સંખ્યા 48181
3 કુલ હાજર પુરુષ 30215
4 કુલ હાજર સ્ત્રી 17956

5 આરોગ્ય કેમ્પમાં તપાસ કરેલી વ્યકતિઓની સંખ્યા 33818
6 ટી.બી રોગની તપાસ કરેલી વ્યકતિઓની સંખ્યા 30858
7 પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલી સંખ્યા 1465
8 મહિલાઓને અપાયેલા એવોર્ડની સંખ્યા 336
9 વિધ્યાર્થીને અપાયેલા એવોર્ડની સંખ્યા 654
10 રમતવીરને અપાયેલા એવોર્ડની સંખ્યા 231
11 સ્થાનિક કલા કારીગરને અપાયેલા એવોર્ડની સંખ્યા 383
12 ‘ મેરી કહાની, મેરી ઝુબાની’ લાભાર્થીની સંખ્યાા 777
13 સંકલ્પ લીધેલા ગામોની સંખ્યા 231
14 ડ્રોન નિદર્શન 181
15 એસ.એચ.સી (સોઈલ હેલ્થ કાર્ડ) નિદર્શન 1706
16 જૈવિક ખેતી કરતા ખેડુતો સાથે વાર્તાલાપ 8697
17 ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના સંતૃપ્ત થયેલી ગ્રામ પંચાયત 191
18 ઓ.ડી.એફ. પ્લસ થયેલી ગ્રામ પંચાયત 231
19 ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશન થયેલી ગ્રામ પંચાયત 53
20 નવા બનાવવામાં આવેલા આયુષ્માન કાર્ડની સંખ્યા 20280
21 સ્થળ પર વિતરણ કરવામાં આવેલા આયુષ્માન કાર્ડની સંખ્યા 8376
22 ધરતી કહે પુકાર કે- નુક્કડ નાટક 183

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/