fbpx
ભાવનગર

જી.એસ.ટી.ના ગુન્હાઓમાં વધુ ૭ આરોપીઓને ઝડપી પાડતી SIT ટીમ

ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઈ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમાં લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૩ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-૧ ગુન્હો એમ કુલ-૬ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) વિગેરે મુજબ ગુન્હાઓ દાખલ કરવામા આવેલ હોય

3 જે બાબતેની સરકારશ્રીએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબ દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ છે.

E3 ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ.શ્રી આર.એન.વિરાણી તથા કે.જી.ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ (૧) નદીમરજા ઉર્ફે નઇમ ઉર્ફે વીલન ફીરોજઅલી સારાણી ઉ.વ.૨૨ રહે-આંબાચોક, ખોજાવાડ, ગલી નં-૦૪, વકીલ બબિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, ભાવનગર (૨) અજયભાઇ પ્રવિણભાઇ ડાભી ઉ.વ.૨૬ રહે-પ્લોટ નં-૩૯૪, સોમનાથ સોસાયટી, બાલયોગી નગર, મંત્રેશ પાસે, ભાવનગર (૩) રાહીલભાઇ ઉર્ફે આર.કે. યુનુસભાઇ હબીબાણી ઉ.વ.૨૬ રહે- વડવા, બાપસરા કુવા, રવાભાઈની શેરી, ભાવનગર (૪) ઇમરાનભાઇ અયુબભાઇ પઢીયાર ઉ.વ.૩૭ રહે-મતવાચોક, જુબેરી ફલેટ, બ્લોક નં-૨૦૧, ભાવનગર (૫) યુનુસ ઉર્ફે લાલો લુાર ઇકબાલભાઇ સમા ઉ.વ.૩૮ રહે—અમીપરા, મસ્જીદની સામે, ભાવનગર (૬) મોઇનમીયા મહમદમીયા વાહેશ ઉ.વ.રર રહે-હવામસ્જીદ પાસે, શેરી નં-૨, મફતનગર, પ્રભુદાસ તળાવ, ભાવનગર વાળાને તથા નિલમબાગ પો.સ્ટે. દાખલ થયેલ ગુન્હામાં આરોપી શોયેબ ઉર્ફે બીગડે બાબુહુસેનભાઇ શેખઅમુદીન જાતે. આરબ/મુસ્લીમ ઉ.વ.-૨૯ રહેવાસી- દીવાનપરા રોડ, રાણીકા આરબવાડ, સાંઢીયાવાડ ભાવનગર વાળાને ઝડપી લઇ તમામને તા-૧૭/૧૨/૨૦૨૩ના રોજ ના ક.૧૮/૪૫ વાગ્યે ધરપકડ કરવામાં આવેલ અને આરોપી નં. ૧ થી ૬ ને પાલીતાણા કોર્ટમાં રજુ કરી અને આરોપી નં.૭ ને ભાવનગર કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે, એસ.આઇ.ટી. ટ્રારા આજદિન સુધી કુલ-૧૨૪ આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ છે,આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમપરમાર સાહેબની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/