fbpx
ભાવનગર

પાલિતાણામાં ગીતાજયંતીની પ્રેરણાત્મક ઉજવણી

  માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ નુ આધ્યાત્મિક પર્વ. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એ ભારતે વિશ્વને આપેલ અણમોલ જ્ઞાન સંપદા છે. નવી પેઢી આ જ્ઞાન થી સજજ થઈ વિશ્વ કલ્યાણ ના માર્ગે અગ્રસર થાય તે માટે પ્રેરણામૂર્તિ શ્રી ભારતીજીનાં માર્ગદર્શનમાં સત પ્રેરણા ટ્રષ્ટ, ગાંધીનગર દ્વારા ગીતા જયંતિ ની પ્રેરક ઉજવણી નુ આયોજન સમગ્ર રાજ્યને સાંકળી કરવામાં આવેલ છે. કેજી થી પીજી સુધીનાં વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા ગીતા શ્લોક ગાન અને અર્થ પ્રસ્તુતિ ની સ્થાનિક તથા રાજ્ય કક્ષાની પ્રતિયોગીતા માટે ઉત્સાહિત કરવાં અને સાથોસાથ ગીતા એ જીવન શિક્ષણ નો મહત્વપૂર્ણ ગ્રંથ હોવાની પ્રતીતિ કરાવવાં ત્રિ આયામી આયોજન થયેલ છે. વિવેકાનંદ કેન્દ્ર, પાલિતાણા શાખા ના સહયોગથી નગરમાં પાંચ પ્રાથમિક, આઠ હાઈસ્કૂલ અને ત્રણ કોલેજ મળી કુલ સોળ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સેમિનાર સત પ્રેરણા ટ્રષ્ટ નાં કાર્યકર્તા બહેનો દ્વારા લેવાયાં, જેમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જિજ્ઞાસા સાથે ભાગ લીધો. સેમિનારમાં સહભાગી દરેક વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ની પુસ્તિકા ભેટ આપવામાં આવી. હવે આ વિદ્યાર્થીઓ સ્થાનિક ગીતા શ્લોક ગાન તથા અર્થ પ્રસ્તુતિ પ્રતિયોગીતામાં વિજેતા બની રાજ્ય કક્ષા ની પ્રતિયોગીતામાં સહભાગી થવાનો અવસર મેળવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/