fbpx
ભાવનગર

તળાજાના કૂંઢેલી ગામે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે તેજસ્વી તારલાનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો

કુંઢેલી ગામ ખાતે ધોરણ 10, ધોરણ 12,  ગ્રેજ્યુએટ તેમજ  નોકરી મેળવનાર ભાઈઓ બહેનોનો સત્કાર સમારંભ અને ઇનામ વિતરણનો સમારંભ યોજાઈ ગયો.

ડોક્ટર,એન્જિનિયર, સરકારી નોકરી તેમજ ખાનગી સેક્ટરમાં જોડાનાર ગામના બહેનો ભાઈઓને બિરદાવા સાથે સત્કાર સમારંભ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં  મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. અને ઇનામો મેળવનાર ભાઈઓ બહેનોને બિરદાવ્યા હતા.

તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કુંઢેલી ઠાકર દુવારાના મહંત છગન ભગત, લાલુભા રાણા તેમજ મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ મળીને ગામના ગૌરવરૂપ 70 ઉપરાંત  બહેનો – ભાઈઓને પ્રમાણપત્ર તેમજ ઈનામો એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુંઢેલી યુવક મંડળ,સુરતનો આર્થિક સહયોગ મળ્યો હતો. અને સૌએ સાથે મળીને દર વર્ષે આવા પ્રોત્સાહક કાર્યક્રમો કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમની સફળતા માટે ગામના યુવાનો શિક્ષકો સહિતના સૌ સક્રિય રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/