fbpx
ભાવનગર

ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ

“સ્વચ્છ ભારત અભિયાન” સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ રૂપે કરીને ભાવનગરમાં અનેકવિધ કામગીરી કરવામાં આવી હતી અને ચાલુ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત એકત્ર કરેલ કચરણો યોગ્ય નિકાલ કરવામાં આવે છે જેના અનુસંધાને ભાવનગરની વોર્ડ ઓફિસ તથા ડંપ સાઇટ પર યોગ્ય પ્રક્રિયાના અંતે કચરનું વિધટન કરવામાંઆવે છે.

પ્લાસ્ટીક મુક્ત ગુજરાત કરવા માટે ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં સાંકળીને તેમનો ઉત્કર્ષ કરવા યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેના અનુસંધાને રેગપીકર્સ દ્વારા કલેક્શન સેન્ટર પર જમા કરાવવામાં આવેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થાના રેકર્ડ મુજબ દર ૧૫ દિવસે એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ ૧૦ કિલોની મર્યાદામાં મહાનગરપાલિકા દ્વારા સહાય ચુકવવાની રહે છે.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીક એકત્ર કરતા રેગ પીકર્સને ઓળખીને તેઓને સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે અને શહેરના ૧૩ વોર્ડમાં વોર્ડ ઓફિસે કલેકશન સેન્ટર ઉભા કરીને તેઓ દ્વારા રજુ થયેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થા અનુસાર નિયમાનુસાર સહાય ચુકવવામાં આવેલ છે. આ ઉપરાંત રેગ પીકર્સને આરોગ્ય સેવાઓ, સેફટી કીટ, પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ, સહિત રેગ પીકર્સના
બાળકોને શાળામાં એડમિશન સહિત કરી આપવામાં આવે છે. ભાવનગરમાં આશરે ૨૫૨ જેટલા રેગ પીકર્સ કામગીરી
કરે છે.

આ તકે મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના વ્યવસ્થાપનની કામગીરી કરતાં રેગ પીકર્સશ્રી સુરેશભાઇ સાંથળ જણાવે છેકે તે પ્લાસ્ટિક સોર્ટિંગ કરવા આવે છે તેઓને એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન સીધા બેન્ક ખાતામાં ચૂકવવામાં આવેછે. આ ઉપરાંત સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે.આમ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ દ્વારા એકત્ર કરાતા કચરાનું સોર્ટિંગવ્યવસ્થિત થઈ શકે તેમજ એકત્ર થયેલ પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે તેથી યોજના અમલમાં મુકવામાંઆવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/