fbpx
ભાવનગર

શિવ કુંજ આશ્રમે ભવનાથ મહાદેવ, સિદ્ધિ વિનાયક દેવ અને ભૂરખીયા હનુમાનજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અનંત શ્રી વિભૂષિત દ્વારકા  શારદા પીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામિ સદાનંદ સરસ્વતી મહારાજના કર કમલોથી સંપન્ન થઈ.

આ ક્ષણે અનંત વિભૂષિત શ્રી દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આ પ્રતિષ્ઠાથી ભાવનગરના આંગણે શિવકુંજ ધામ ગુજરાતનું એક મહત્વનું તીર્થધામ  બનશે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી .આ પવિત્ર ક્ષણે ગુરુ આશ્રમથી પૂજ્ય જ્યોતિર્મયી માતાજી, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુએ પધારી વિશેષ આશિર્વાદ આપેલ.તેમજ લીંબડી  નીમબાર્ક આશ્રમ મોટા મંદિર ના લલિત કિશોર દાસ બાપુ, વિસામણબાપુની જગ્યા, પાળીયાદના નિર્મલાબા, દ્વારકા ખારા હનુમાનજી જગ્યાના વિજયદાસ બાપુ ઉપરાંત અનેક સંતો મહંતોએ પ્રેરક ઉપસ્થિતિથી ભાવિક ભક્તોને આશિષ આપેલ.

ઉપરાંત વિવિધ રાજકીય સામાજિક આગેવાનોએ આ મહોત્સવમાં હાજર રહી પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરેલ .આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ૬૭ કુંડમાં મૂર્તિ યજમાનોએ આહુતિ દ્વારા પવિત્ર કાર્ય પરિપૂર્ણ કરી શીવકુંજ ધામ ખાતે ગુરૂજી સીતારામ બાપુ અને  રામેશ્વરાનંદમયી માતાજી, વરુણાંનંદમયી માતાજીના આશિષ મેળવેલ હતા.સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞમાં આચાર્ય પદે ધર્મેશભાઈ દવે તથા ઉપાચાર્ય પદે અંકિત ભાઈ પંડ્યા રહીને  શાસ્ત્રોકત વિધિ વિધાનથી ત્રિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠાના યજ્ઞને આજે ત્રીજા દિવસે અંતિમ આહુતિ બાદ શ્રીફળ હોમ કરાવી યજ્ઞની પૂર્ણાહુતિ કરાવેલ.આ ત્રિદિવસીય  મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન  હજારો ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમ જ જીલ્લાભરના અનેક ગામોથી શિવકુંજ માનસ પરિવારના  મંડળોએ આ સત્કાર્યમાં પોતાની સેવા આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/