fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમ

લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર શ્રી સુખદેવ ધામેલિયાએ ઉડાવી હાસ્ય છોળ ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો યોજાયો ઉપક્રમ ઈશ્વરિયા મંગળવાર તા.૨૬-૩-૨૦૨૪ (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર શ્રી સુખદેવ ધામેલિયાએ હાસ્ય છોળ ઉડાવી. ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો હતો.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ધુળેટી પર્વ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. અહીંયા જાણીતા હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલિયાએ ‘હાસ્ય ગુલાલ ‘ કાર્યક્રમમાં સાંપ્રત સ્થિતિ અને પરિસ્થિતિ સાથેનાં જીવંત ઉદાહરણો સાથે હાસ્ય રસ પીરસ્યો. તેઓએ શિક્ષણ અને સંસ્કારનાં ગર્ભિત મર્મો સાથે હાસ્ય છોળ ઉડાવી. આ કાર્યક્રમમાં  સુર અને સંગીત સાથે ફાગણની ફોરમ ઉડાવીને કલાકાર શ્રી ધ્રુવ દવેએ સુંદર ગીતોથી સૌને ડોલાવ્યા. કલાકાર શ્રી સંજયભાઈ પટેલ દ્વારા પણ  પ્રાસંગિક લાભ મળ્યો. ધુળેટી પર્વનાં આ કાર્યક્રમમાં સંચાલન સાથે શ્રી વિશાલભાઈ જોષીએ પ્રારંભે સ્વાગત અને પરિચય ઉદ્બોધન કર્યું. અહી ઉત્સવ સમિતિનું સંકલન રહ્યું. સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો, જેમાં સંસ્થાનાં અગ્રણીઓ શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણી સાથે વિભાગીય આચાર્ય શ્રીઓ, પ્રાધ્યાપક શ્રીઓ અને  વિદ્યાર્થીઓએ મોજ માણી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/