fbpx
ભાવનગર

ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતા

આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કાર્યરત મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ મોતીબાગ વિસ્તારમાં પુરવઠાની ઝોનલ કચેરીનાં મકાનમાં કાર્યરત કરવામાં આવેલા કેન્દ્રની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા.આ વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે કલેક્ટરશ્રીને અહીં થતાં મોનિટરીંગ અંગે માહિતી આપી હતી. અત્રે નોંધનીય છે કે, આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ બન્યું છે. ત્યારે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) લોકસભા ચૂંટણીને લગતા સમાચારો પર ૨૪ કલાક મોનિટરિંગ કરી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/