fbpx
ભાવનગર

મોરારીબાપુ ના સાનિધ્યમાં હનુમાન જયંતી નિમિત્તે સંગીત સમારોહ તેમજ વિવિધ એવોર્ડ પણ સમારંભ યોજાશે 

મોરારીબાપુની પ્રેરણા અને સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો સંગીત  સમારોહ તેમજ વિવિધ એવોર્ડ અર્પણ સમારંભ આગામી તા 21/ /22/23 એપ્રિલ, (રવિ, સોમ, મંગળ)ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે યોજાશે. ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ તા.21ના રોજ રાત્રે 8 થી 10 વચ્ચે શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં પંડિત શ્રી રાજેન્દ્ર પ્રસન્નાનું બાંસુરી વાદન અને પદ્મશ્રી વિજય ઘાટેનું તાલચક્ર પ્રસ્તુત થશે.તા. 22 ના રાત્રે 8 થી 10 વાગ્યે વિદુષી પદ્મા તલવલકરનું શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ થશે.તા. 23 ને મંગળવારે (હનુમાન જયંતી) હનુમંત જન્મદિવસે સવારે 8:30 થી સુંદરકાંડના પાઠ, હનુમાન આરતી અને નૃત્ય વંદનામાં પદ્મશ્રી નલીની- પદ્મશ્રી કમલીની કથક શૈલીમાં ભાવ નૃત્ય પ્રસ્તુત કરશે.તે પછી પૂ. મોરારીબાપુના શુદ્ધ હસ્તે પ્રતિવર્ષ અપાતા વિવિધ વિદ્યા ક્ષેત્રના એવોર્ડઝ અર્પણ થશે.

 આ વર્ષે અર્પણ થનારા વિવિધ એવોર્ડમાં શ્રી અવિનાશ વ્યાસ એવોર્ડ (સુગમ સંગીત) શ્રીમતી આરતી સૌમિલ મુનશીને, સમાજ સેવા માટે સદભાવના પુરસ્કાર રામ પુનિયાનીને, વાચસ્પતિ પુરસ્કાર (સંસ્કૃત ભાષાની સેવા માટે)  વિજય પંડ્યાને, ભામતી પુરસ્કાર (સંસ્કૃત) ડૉ.ઊર્મિ સમીર શાહને,કૈલાશ લલિતકલા એવોર્ડ (ફોટોગ્રાફી) શ્રી પરમાનંદ દલવાડીને, વિદુષી પદ્મા તલવલકર  (ગાયન)ને હનુમંત એવોર્ડ, પં. રાજેન્દ્ર પ્રસન્નાને  (વાદ્ય સંગીત) હનુમંત એવોર્ડ, પદ્મશ્રી નલિની – પદ્મશ્રી કમલિની (કથક નૃત્ય)ને હનુમંત એવોર્ડ, પદ્મશ્રી વિજય ઘાટે (તાલવાદ્ય તબલા)ને હનુમંત એવોર્ડ તેમજ  રાજેશભાઈ કુકરવાડિયાને (ભવાઈ) નટરાજ એવોર્ડ, કપિલદેવ શુક્લને  (ગુજરાતી રંગમંચ- ભવાઈ) નટરાજ એવોર્ડ ,જ્યારે સુશ્રી રૂપા ગાંગુલીને (હિન્દી ટીવી સીરીયલ) નટરાજ એવોર્ડ અર્પણ કરીને પૂ.મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય મોરારીબાપુ નું પ્રાસંગિક  ઉદબોધન રહેશે. આ ત્રણે દિવસના કાર્યક્રમો આસ્થા ટીવી ચેનલ પર તેમજ સંગીતની દુનિયા youtube ચેનલ પર જોઈ શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/