fbpx
ભાવનગર

મતદારો પ્રત્યે ભાવનગર જિલ્લા ભાજપ આભારની લાગણી

સુશાસનનાં અનુભવથી મતદાન કરતાં મતદારો પ્રત્યે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આભારની લાગણીઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયાનાં ભવ્ય વિજયનો વિશ્વાસ ભાવનગર મંગળવાર તા.૭-૫-૨૦૨૪ સુશાસનનાં અનુભવથી લોકસભા ચૂંટણીમાં આજે  મતદાન કરતાં મતદારો પ્રત્યે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આભારની લાગણી વ્યક્ત થઈ છે અને ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયાનાં ભવ્ય વિજયનો વિશ્વાસ રહ્યો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્ર સમગ્ર વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે અને સુશાસનનો અનુભવ દેશવાસીઓ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં આજે યોજાયેલાં મતદાનમાં સુશાસનનાં અનુભવથી મતદાન કરતાં મતદારો પ્રત્યે ભાજપ દ્વારા આભાર વ્યક્ત કરાયેલ છે.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ મતદારો દ્વારા ભાજપ તરફનાં વલણને જોઈને સૌના આભાર સાથે  ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયાનો થનાર ભવ્ય વિજય એ મતદારોનો જ વિજય ગણાવી અભિનંદન પાઠવેલ છે.પ્રદેશ ભાજપ માર્ગદર્શન સાથે જિલ્લાનાં ભાજપ ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા અને મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સહિત જિલ્લા તાલુકા સંગઠન હોદ્દેદાર કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા ખભેખભા મિલાવી ગામે ગામ એક એક મતદાર સુધી વિકાસ અને રાષ્ટ્રવાદ માટેની ભાજપની ભૂમિકા પહોંચી છે. આમ, સૌ મતદારો પ્રત્યે જિલ્લા ભાજપ દ્વારા આભાર સાથે અભિનંદનની લાગણી રહ્યાનું પ્રવક્તા અને પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/