fbpx
ભાવનગર

રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવતો ગણેશ શાળા – ટીમાણાનો વિદ્યાર્થી વિરાટસિંહ મોરી દેવગઢ બારિયા ખાતે યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં મેદાન માર્યું 

ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 19/05/2024 ને રવિવારના રોજ દાહોદના દેવગઢ બારિયા ખાતે યોજાયેલ રાજ્ય  કક્ષાની કુસ્તી (અંડર – 17) સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી મોરી વિરાટસિંહ વિક્રમસિંહે ગોલ્ડ મેડલ મેળવીને શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. દર વર્ષે શાળાના અનેક બાળકો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ રમવા જતા હોય છે. આ વર્ષે વિવિધ રમતમાં શાળાના 150થી વધારે બાળકો રાજ્ય કક્ષાએ રમવા જવાના છે. શાળામાં શિક્ષણની સાથોસાથ બાળકો અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયત્નો સતત થતા રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, શાળા છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં સતત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામે છે. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા વિરાટસિંહને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/