fbpx
ભાવનગર

જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) માટે તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબકા માં ૪ ઝોનમાં ૪ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવે છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકશે . જ્યારે “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ વિભાગના ઠરાવ ક્રમાક :- SYCAD/MRT/e-file/19/2024/0030/B, તા.૦૫/૦૩/૨૦૨૪ માં દર્શાવ્યા મુજબના રહેશે. જે મુજબ (ક) UGC માન્ય યુનિવર્સિટી અથવા UGC માન્ય યુનિવર્સિટી સાથે સલગ્ન કોલેજ (ખ) રમત ના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સિટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં
જિલ્લા રમત સંકૂલ નજીકની કોલેજ હોય તો છૂટછાટ આપી શકશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટી ને અગ્રતા
આપવામાં આવશે. (ગ) ઓછામાં ઓછી ૨૦૦ વિધ્યાથીઓ / વિધ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ સુવિધા, (ઘ) પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલભ્ધ હોય તે પ્રથમ પસંદગી ને પાત્ર રહેશે. “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ“ અંગેનો ઠરાવ sportsauthority.gujarat.gov.in ની વેબસાઇટ પરથી મેળવી શકાશે તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/