fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ મતદારો વિજેતાઓને અભિનંદન

ભાજપનો વિજય એ શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને વિકાસનું પરિણામ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મતદારો અને વિજેતાઓને અભિનંદન ભાવનગર મંગળવાર તા.૪-૬-૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય એ શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રી નીમુબેન બાંભણિયા સાથે મતદારો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં છે. લોકશાહીનાં મહાપર્વ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પક્ષનાં થયેલાં ભવ્ય વિજયને ચોમેરથી વધાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિજયી બનેલાં શ્રી નીમુબેન બાંભણિયા તથા શ્રી ભરતભાઈ સુતરિયા સાથે મતદારો અને અન્ય તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ જણાવ્યું છે કે,  ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય એ શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે. માત્ર રાજકીય કાવાદાવા કે કોઈ નકારાત્મક વાદ નહિ પરંતુ રાષ્ટ્રવાદ સાથે વૈશ્વિક કક્ષાએ ભારત શાસન પ્રણાલીની નોંધ લેવાઈ છે, તે સૌ જાણે છે.

લોકસભામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરનાર શ્રી નિમુબેન બાંભણિયા એક સક્રીય અને અનુભવી નેતા છે, જેનો ભાવનગર બોટાદ પંથકને પૂરતો લાભ મળશે જેમાં સૌનો સાથ રહેશે તેમ ભાજપ દ્વારા હરખ સાથે લાગણી વ્યક્ત થઈ છે.ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ અને સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી મુજબ આજનાં પરિણામથી મતદારોમાં પણ ભારે ઉત્સાહ રહ્યો છે.જિલ્લા ભાજપનાં હોદ્દેદારો  ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી હંસાબેન પરમાર, શ્રી નરેશભાઈ સોલંકી, શ્રી મનહરભાઈ બલદાણિયા, શ્રી હેતલબેન રાઠોડ, શ્રી હીનાબેન ગઢાદરા, શ્રી જલ્પાબેન હિંગુ તથા શ્રી શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી શ્રી જગદીશસિંહ ગોહિલ સાથે શ્રી અભયસિંહ ચાવડા દ્વારા અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/