fbpx
ભાવનગર

ચોમાસા પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ચોમાસા પૂર્વે વિવિધ વિભાગોએ હાથ ધરવાના થતાં કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, સુરક્ષિત સ્થળો ચકાસવા, PGVCL, પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લા-તાલુકાએ શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ કેનાલ – રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાંની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. PGVCL દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું. મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન,
બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં,આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાં, જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવાં પ્લાન તૈયાર કરવાં સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ.સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણીએ ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિને પહોંચી વળવા સંબંધિત વિભાગોને સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બેઠકમાં રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજાવર,પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી શ્રી આયુષી જૈન, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામદતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/