fbpx
ભાવનગર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસે વર્ષ ૨૦૨૪-૨૫ માટે અરજીઓ મંગાવવામાં આવી

રાજ્ય સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમાં છે. જેવી કે, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતર રાષ્ટ્રીયકક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, જયદીપસિંહજી બારીયા એવોર્ડ, રાજ્યના સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની, નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની, રાજ્યના રમત ગમત મંડળોને માન્યતા અને અનુદાન, વ્યાયામ શાળાઓને માન્યતા અને અનુદાન, અંબુભાઈ પુરાણી એવોર્ડ, આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને આર્થિક સહાય આમ આ ઉક્ત યોજના માંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસે સને વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષ માટે અરજી મંગાવવામાં આવી છે. જે માટે અરજદારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/