fbpx
ભાવનગર

ભાવનગર સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

ભાવનગરમાં આજે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબહેન આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે. આ તકે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વિકૃતિ આપી હતી.

ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વિકારીને સમગ્ર વિશ્વ ૨૧મી જૂનના રોજ યોગમય બને છે.આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીરનાં શ્રીનગરથી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠાથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઇ સંબોધન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીનાવાઇસ ચાન્સેલર શ્રી એમ. એમ. ત્રિવેદી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી ડી. એમ. સોલંકી, પ્રોબેશનરી આઇ. એ.એસ.અધિકારી શ્રી આયુષી જૈન, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, અધિક કલેક્ટરશ્રી ડી. એન.સતાણી, ડી.આર.ડી.એ. નિયામકશ્રી જયશ્રીબહેન જરૂ, પ્રાંત અધિકારી શ્રી એચ. એમ. ઝણકાટ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિવ્યરાજ બારીઆ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ મેસવાણીયા, સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/