fbpx
ભાવનગર

શિવ કુંજ આશ્રમ અધેવાડા ખાતે વૃક્ષ પૂજન નો કાર્યક્રમ યોજાયો

વટસાવિત્રી વ્રતની પૂર્ણિમાના પવિત્ર અવસરે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પૂ. સિતારામ બાપૂની નીશ્રામાં વૃક્ષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો . પૂ. સીતારામ બાપુએ વૃક્ષારોપણ કરતા વૃક્ષોના સંવર્ધનને મહત્વ આપીને વૃક્ષ પૂજનને યોગ્ય ગણાયું હતું અને વટ સાવિત્રીના પવિત્ર દિવસે સૌભાગ્યવતી બહેનો વડનું પૂજન કરી જે રીતે પોતાના સૌભાગ્ય માટે સત્યવાન -સાવિત્રી ની વાર્તા દ્વારા શ્રદ્ધાનું ભાથું મેળવે છે તેવી જ રીતે દાંપત્ય જીવનમાં કઈ રીતે જીવન જીવવું તેવું પણ આવા વ્રતો શીખવે છે .આ રીતે મનુસ્મૃતિમાં ભગવાને જીવોની મુખ્ય ચાર યોની બતાવી છે જેમાં જરાયુંજ , અંડજ,ઉદ્ભભીજ  અને પ્રસ્વેદ છે જે માતાના ઉદરથી જન્મે તે પ્રાણીઓ અને મનુષ્ય , ઈંડા માંથી જન્મે તે પક્ષીઓ પરસેવાથી જન્મતા જંતુઓ અને સૂક્ષ્મ જીવાણુ અને ધરતી ફાડીને બીજ દ્વારા ઉત્પન્ન થતા વૃક્ષો એ ઉદ્ભિજ છે આમ વનસ્પતિ એ જીવ છે તેવું જગદીશચંદ્ર બોઝ અને સી વી રામને કહ્યું તેને વંદન , પરંતુ મનુસ્મૃતિમાં તો ભગવાને હજારો વર્ષ પહેલાં વૃક્ષોને જીવની યોની માં ગણાવ્યાં છે એમ જ આપણા શાસ્ત્રોમાં દેવી વૃક્ષો જેવા કે બીલી પીપળો ઉંબરો વડલો તુલસી આમલી (ધાત્રી ) અને કેળ વિગેરે ની પૂજાના મંત્રો આપીને ઋષિઓએ વૃક્ષોનો મહિમા ગાયો છે .

 એવા વૃક્ષો આપણો આધાર છે પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન આપીને વૃક્ષો આપણું જીવન ચલાવે છે કાર્બન ડાયોક્સાઇડ ચુસીને પ્રદૂષણ દૂર કરે છે ” જીતે ભી લકડી મરતે ભી લકડી ” એ ન્યાયે બાળક જન્મે ત્યારે પારણું લાકડાનું અને મૃત્યુ વખતે અંતિમ સંસ્કાર અગ્નિ પણ લાકડાથી આમ વૃક્ષોનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી અને તેથી જ વૃક્ષોના પૂજન નો મહિમા છે . શિવકુંજ આશ્રમે આ સાથે દેવી વૃક્ષો તેમજ લીમડા જેવા વૃક્ષોના જતનપૂજન દર પૂર્ણિમા અને અમાસે ખાસ થાય છે એટલે એ વાત ખાસ છે કે કદાચ વૃક્ષારોપણ ગમે એટલી સંખ્યામાં થાય પણ એનું જતન કરીને વૃક્ષો જળવાય એ જરૂરી છે .

પૂ. બાપુ પર્યાવરણ અંગે સતત ચિંતનશીલ છે તેમણે અનેક ગામડાઓમાં વૃક્ષોનું જતન જળ સિંચાઈ જેવા કાર્યો કરી ઉઘાડા બનેલા પર્વતોને હરિયાળા બનાવવા પ્રેરણા પૂરી પાડી છે હજારો પીપળા બીલી વડ અને લીમડાના વૃક્ષો ઉછેર્યા છે જાળીયા , પરવાળા અને ઉમરાળા તાલુકાના અનેક ગામોમાં પર્યાવરણ જાગૃતિનું કામ કર્યું છે . એવા સંત પુરુષ ભાવનગરના આંગણે શિવકુંજ આશ્રમે પણ ઋષિઓએ જણાવેલા નિયમે ચોમાસા બેસે તે પહેલા વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજીને વૃક્ષો એ પ્રકૃતિનું પૂજન છે એમ માનીને આ કાર્યને જીવંત રાખે છે . વર્ષો પહેલાં ૧૯૯૯માં વિદ્યા સહાયકો ને કાયમી હુકમ આપવામાં આપ્યા ત્યારે દરેક શિક્ષકને પ્રમાણપત્ર સાથે ૧-૧ છોડ આપીને વૃક્ષ ઉછેરનો મહિમા કરેલ . જેમાં પૂ. રામેશ્વરાનંદમયી માતાજી તથા પૂ. વરુણાનંદમયી માતાજીનો સંપૂર્ણ સહકાર રહ્યો છે .કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન એડવોકેટ શરદ ભટ્ટે કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/