fbpx
ભાવનગર

શાળા પ્રવેશોત્સવ થકી શાળાઓમાં નામાંકન રેશિયો ખૂબ જ ઉપર આવ્યો છે: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગર જિલ્લાની તળાજા તાલુકાની પીપરલા,સથરા અને અલંગવાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં v-૨૪૬, બાલવાટિકા-૧૩૮ ભુલકાઓનું નામાંકન તેમજ ધો.૧ના ૧૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધો.૯માં ૨૧૬ અને ધો.૧૧માં ૧૪૯ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ અવસરે વિવિધ ક્ષેત્રે વિશેષ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માદીએ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૦૩થી પ્રારંભ કરાવ્યો હતો.એ જ્યોતને પ્રજવલિત રાખવાનું કામ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યાં છે. શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવતાસભર શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના અભિયાન થકી શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો ખૂબ જ ઊંચો આવ્યો છે.રાજ્યના છેવાડાનાં બાળકો સુધી શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ મળતું થયું હોવાનું જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દિકરા-દિકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના સહિત શિક્ષણ વિભાગની અન્ય યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. નવી શિક્ષણ નીતિથી બાળકોનો સર્વાગી વિકાસ થશે તેવી પ્રતિબધ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.રાજ્યમાં શિક્ષણમાં આવેલ બદલાવના લીધે દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યાં છે તેમ જણાવી પ્રવેશ
મેળવવાર તમામ ભુલકાઓ, વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

પીપરલા ગામના સામૂહિક પ્રયાસ થકી અત્યાધુનિક પ્રાથમિક શાળાનું બિલ્ડિંગનું નિર્માણ થયું છે ત્યારે આ સામુહિક પ્રયાસને મંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.
આ અવસરે તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ શ્રી ખોડાભાઈ ખસીયાએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ મંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીએ પીપરલા પ્રાથમિક શાળાની બિલ્ડિંગ તેમજ કૉમ્પ્યુટર લેબનુ લોકાર્પણ કર્યું હતું. પીપરલા,સથરા અને અલંગની વાડી વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અરવિંદભાઈ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાણાભાઈ સોલંકી, શ્રી ખોડાભાઈ ખસીયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એ. એમ. બાલધીયા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ,પ્રવેશ મેળવનાર ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/