fbpx
ભાવનગર

ભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું સફળ આયોજન કરાયું

આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૧૯/૦૭/૨૦૨૪ દરમિયાન થયેલ હતું. જેમાં સૌરાષ્ટ્ર, પાટણ અને કચ્છ જિલ્લાનાં આશરે ૫,૦૦૦ જેટલા ઉમેદવારોએ અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડમેન, અગ્નિવીર ટેકનિકલ અને અગ્નિવીર ઓફીસ આસિસ્ટંટ/સ્ટોર કિપર જેવા વિવિધ ટ્રેડ અન્વયે ભાગ લીધેલ હતો. લશ્કરી ભરતીમેળા દરમિયાન દોડ, પુલઅપ્સ, કૂદ, બેલન્સીંગ જેવી કસોટી લેવાયેલ તેમજ તેમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની ફીઝીકલ મેજરમેન્ટ ટેસ્ટ, એડેપ્ટેબીલીટી ટેસ્ટ અને મેડીકલ ટેસ્ટ લેવાયેલ. ઉપરોક્ત આયોજન
દરમિયાન લશ્કરી ભરતીમેળાનાં સ્થળ પર આર્મી ભરતી કાર્યાલયની જરૂરીયાત મુજબ ઈન્ફાસ્ટ્રક્ચર, સાફ-સફાઈ, મેડીકલ ટીમ, ઉમેદવારો માટે પીવાનું પાણી તેમજ ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે પોષ્ટીક ભોજનની વ્યવસ્થા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા કરવામાં આવી હતી. આર્મી ભરતી કાર્યાલય- જામનગર, જિલ્લા વહિવટીતંત્ર-ભાવનગર તેમજ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગરનાં સંયુક્ત પ્રયાસોથી લશ્કરી
ભરતીમેળાનું સફળ અને સૂચારૂ આયોજન કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/