fbpx
ભાવનગર

પ્રાકૃતિક કૃષિ ખાસ લેખ પ્રાકૃતિક કૃષિથી મળે છે ઓછા ખર્ચે વધુ વળતર

પરંપરાગત ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે. ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. પ્રકૃતિને બચાવવા પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર અસરકારક હથિયાર સાબિત થઈ શકે એમ છે. દેશના દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છે. તેમના આહ્વવાનને ઝીલી લઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની મુહિમ ચલાવી છે. ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે અને આજના સમયની માંગ પણ છે. પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાની જરૂરીયાત રહેતી નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે.

પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય જરૂરી હોઈ દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વૉર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિ એ અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ સો કરોડ થી વધુ સૂક્ષ્મ જીવાણું હોય છે. ભારતીય મુળની ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. જેનાથી બનતા જીવામૃતમાં દર ૨૦ મિનિટે સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યામાં બમણો વધારો થાય છે,આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાંપણ સુધારો થાય છે. પ્રાકૃતિક કૃષિથી લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે. પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત વ્યવસ્થા છે કે જેનાથી પોષણક્ષમ ખેત ઉત્પાદન કરી શકાય છે અને ખેડૂતનું જીવન ધોરણ સુધારી શકાય
છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/