fbpx
ભાવનગર

‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ હણોલ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈમાંડવીયાના અધ્યક્ષસ્થાને ‘માતૃવન વૃક્ષારોપણનો’ કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરિત “એક પેડ માં કે નામ” અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે સમગ્ર ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે આજે ભાવનગર જિલ્લાના હણોલ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને “માતૃવન વૃક્ષારોપણનો” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી હોલના પ્રાંગણમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. સમસ્ત તીર્થગામ, હણોલ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, હણોલ ગામના લોકોના સાથ અને સહિયારા પ્રયાસ દ્વારા ગામમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે,

પરંતુ આવનારા સમયમાં અંદાજે ૭૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ગામને લીલુંછમ્મ- હરિયાળું બનાવવામા આવશે. ગામના નાગરિકો વધુને વધુ વૃક્ષો વાવી અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બને તેવી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હણોલ ગામનો જે નાગરિક ‘માતૃવન’માં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરશે તેના નંબર આપવામાં આવશે. જેથી આવનાર પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે, આપણા મૃત્યુ પછી આપણે આ દુનિયામાં નથી હોતા, પરંતુ સંસારમાં કાયમી અમર રહેવું હોય તો તમારી યાદમાં વૃક્ષોનું વાવેતર અવશ્ય કરવું જોઈએ. દુનિયામાં માતૃત્વની મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે ત્યારે માં આપણી માં ના નામે વૃક્ષોનું વાવેતર કરવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રીએ જનભાગીદારીથી હણોલ ગામને હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કરતા જણાવ્યું કે, હણોલ ગામ આવનારા સમયમાં દેશ અને દુનિયાના નકશામાં આદર્શ ગામ તરીકે ચમકશે. આવનારા સમયમાં ગામના યુવાનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે, આ ગામના યુવાનો દેશ અને દુનિયામાં રમત- ગમત ક્ષેત્રે આગવી સિધ્ધિ પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કરે તે દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ અવસરે હણોલ ગામની ધો. ૧ ની વિદ્યાર્થીની દેવ્યાની માંડવીયાએ પર્વાવરણના જતનનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ચલાલા દાનેવ આશ્રમનાં વલકુબાપુ, સુશ્રી મિશેલ ડોમિનિકા, શ્રી અરૂણ શર્મા, હણોલ ગામના ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/