તાંડવને લઇ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- આ મામલે કાર્યવાહી કરવામાં આવશે
એમેઝોન પ્રાઇમની વિવાદિત વેબ સિરીઝ તાંડવ સાથે તનાવ વધી રહ્યો છે. વેબ સિરીઝ સામે ૬ શહેરોમાં એફઆઈઆર નોંધાઈ છે. આ સાથે જ યુપી પોલીસ પણ આ કેસમાં તપાસ માટે મુંબઈ પહોંચી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું મોટું નિવેદન બહાર આવ્યું છે. દેશમુખે તાંડવ વિરુદ્ધ કાર્યવાહીના સંકેત આપ્યા છે. દેશમુખે કહ્યું કે અમને તાંડવ સામે ફરિયાદો મળી છે. કાયદા મુજબ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે દેશમુખે કહ્યું કે કેન્દ્રએ ઓટીટી પ્લેટફોર્મ (ઓવર-ધ-ટોપ) સંબંધિત કાયદા બનાવવા જાેઈએ. તાંડવ વેબ સીરીઝ પરના વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
યુપીથી લઈને મહારાષ્ટ્ર અને સાંસદ સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન ર્નિમતાઓ પૂછપરછ કરવા લખનઉ પોલીસની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. તે જ સમયે, ભાજપે સૈફ અલી ખાનના ઘરે પ્રદર્શનની જાહેરાત કરી છે. જે બાદ મુંબઇ પોલીસે સૈફના ઘર અને બોમ્બે કુર્લા સંકુલમાં એમેઝોન પ્રાઈમની ઓફિસની સુરક્ષા વધારી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખનઉ પોલીસના ઇન્સ્પેક્ટર અનિલ સિંહની આગેવાનીમાં ચાર સભ્યોની ટીમ મુંબઇ પહોંચી છે. જ્યાં આજે વેબ સિરીઝના નિર્માતાઓ અને અભિનેતાઓની પૂછપરછ કરવામાં આવશે.
લખનઉના હજરતગંજ કોતવાલી ખાતે તાંડવ વેબ સિરીઝમાં એફઆઈઆર નોંધાઈ હતી. આરોપીના નિવેદનો લીધા બાદ લખનઉ પોલીસ શું પગલા લેવા તે ર્નિણય લેશે. આ કેસમાં દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર, દિગ્દર્શક હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી અને એમેઝોન પ્રાઈમની ઈન્ડિયા કન્ટેન્ટ ઇન્ડિયાના વડા અપર્ણા પુરોહિત સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હઝરતગંજ કોતવાલીમાં આ કેસમાં એફઆઈઆર નોંધાઈ હતી.
Recent Comments