સૈફ અલી ખાનની પુષ્ટિઃફેબ્રુઆરીમાં કરીના કપૂરની બીજી ડિલિવરી હશે
બીજીવાર માતા બનવા જઈ રહેલી કરીના કપૂરની ડિલિવરી ફેબ્રુઆરીમાં થશે. આ વાતની પુષ્ટિ કરીનાના પતિ અને એક્ટર સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કરી છે. આ પહેલાં અમુક રિપોટ્ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કરીનાની ડિલિવરી માર્ચમાં થશે.
ફિલ્મફેર સાથેની વાતચીતમાં સૈફે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરીનાની ડિલિવરી થઇ જશે. તેના જણાવ્યા મુજબ, તે અને કરીના આવનારા નાના મહેમાનને લઈને ઘણા ચિલ્ડઆઉટ છે. સૈફે કહ્યું, ‘છેલ્લા અમુક મહિનાથી બધું શાંતિથી ચાલી રહ્યું છે. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે અચાનક બેબી આવશે અને મને કહેશે ‘હાય’, પછી હું તેને પૂછીશ શું? ક્યાંથી. અમે આને લઈને ઘણા કેઝ્યુઅલ છીએ, સાથે જ ઉત્સુક પણ છીએ.
આ દરમ્યાન સૈફે એવું પણ કહ્યું કે બીજા બાળકનું આવવું મોટી જવાબદારી છે. તેના અનુસાર, આને લઈને તું અમુક હદ સુધી ડરેલો છે. પણ આ ડર તે ઉત્સુકતા આગળ કઈ નથી, જે ઘરમાં બાળકની દોડધામને લઈને છે. સૈફ અને કરીનાએ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ તૈમુર અલી ખાનનો જન્મ થયો. ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ના સારા અલી ખાન (સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી)ના ૨૫મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ જાહેર કર્યું કે તે બીજીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.
Recent Comments