અભિનેત્રી કંગનાએ બ્લાઇન્ડ આઇટમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગયા અભિનેત્રીએ તેના ટિ્વટર પર બ્લાઇન્ડ આઇટમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. આ બ્લાઇન્ડ આઇટમ મનોરંજન પોર્ટલ પર અભિનેત્રીના અંગત જીવન સાથે જાેડાયેલી છે. આથી જ કંગનાએ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કંગનાએ તેને સૌથી પીડાદાયક ગણાવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરની સહાય માંગતા તેણે લખ્યું, ‘આદરણીય પ્રકાશ જાવડેકર સર, અમને તમારી મદદની જરૂર છે. જેથી આપણે બોલીવુડની ગટરને સાફ કરી શકીએ. આ પ્રકારની બ્લાઇન્ડ આઇટમ્સ બદનક્ષીના કોઈપણ કિસ્સામાં ફિટ થતી નથી.
આપણે તેની સામે લડી શકતા નથી. આને કારણે, કલાકારો ડ્રગ અને ડિપ્રેસનનો શિકાર છે. કૃપા કરીને સહાય કરો. બ્લાઇન્ડ આઇટમ પર પ્રતિબંધ મૂકવો. આ ઓનલાઇન લિંચિંગ છે. આપણે તાજેતરમાં એક યુવાન છોકરો ગુમાવ્યો છે જે આવા ટ્રોલ અને પરેશાનનો ભોગ બન્યો છે. આ પછી પણ કોઈ સુધારો થયો નથી. લોકો હજી પણ આ પ્રકારની ખોટી માહિતી છાપતા હોય છે. આનાથી જાહેર જીવનમાં શરમ અને તણાવ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. મહેરબાની કરી ને મદદ કરો. અભિનેત્રીએ આગળનાં ટિ્વટમાં લખ્યું કે, ‘બોલીવુડના લોકો હજી પણ બ્લાઇન્ડ આઇટમ લખી રહ્યાં છે.
સૂત્રનું નામ લીધા વિના, સમાચારની તપાસ કર્યા વિના. આ ખૂબ જ ખતરનાક છે અને પાત્ર દુરૂપયોગનો મુદ્દો પણ છે. સુશાંતે કહ્યું હતું કે બ્લાઇન્ડ આઇટમના કારણે તે પણ હતાશાનો શિકાર થયો હતો. આવા મીડિયા ગૃહો સામે કડક પગલાં લેવાની જરૂર છે. કામ વિશે વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ થલાઇવી, જેમાં તે પૂર્વ સીએમ જયલલિતાની ભૂમિકામાં જાેવા મળશે. હાલ અભિનેત્રીએ દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલ દર્શાવતી ફિલ્મની ઘોષણા કરી હતી.
Recent Comments