દીપિકાએ શરમાતો ફોટો શેર કરતા ગૂડ ન્યુઝની ચર્ચાએ પકડ્યું જાેર
દીપિકા પાદુકોણની એક નવી તસવીર સામે આવી છે અને જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા છે. કારણ કે હવે એક ચર્ચાએ જાેર પકડ્યું છે કે દીપિકા પણ પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ સારા સમાચાર આપી શકે છે. જાે કે આ વિશે હજુ દીપિકાએ કોઈ પુષ્ટિ નથી કરી પણ એક ફોટોના કારણે આ ચર્ચાએ જાેર પકડ્યું છે. હાલમાં અનુષ્કાથી લઈને કરીના સુધી સેલેબ્સ ગૂડ ન્યૂઝ આપી રહ્યા છે.
તો ફેન્સને હવે સવાલ થઈ રહ્યો છે કે શું ખરેખર હવે રણવીર સિંહ અને દીપિકાનો વારો છે? દીપિકા પાદુકોણે તેના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે નીચે જાેઈને હસતી જાેવા મળી રહી છે અને સાથે જ તે શરમાઈ રહી છે. જાે કે આ તસવીરના કેપ્શનમાં દીપિકાએ માત્ર ફ્રેબુઆરી જ લખ્યું છે. તમે પણ જાેઈ શકો છો કે દીપિકા તસવીરમાં કઈ રીતે શરમાઈ રહી છે અને નીચે જાેઈ રહી છે. હવે દીપિકાની આ તસવીરે ચર્ચા જગાવી છે કે ખરેખર તે પ્રેગ્નેન્ટ છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરે ૬ વર્ષ એકબીજાને ડેટ કરીને પછી ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જાે કે આ વર્ષે દીપિકાની એક બે નહીં પણ કેટલીય મોટી ફિલ્મો મોટા પડદે રીલિઝ થવા જઈ રહી છે. સાથે જ દીપિકા કેટલાક મોટા પ્રોજેક્ટનો ભાગ પણ બનવા જઈ રહી છે. આ વર્ષે દીપિકા પ્રભાસ સાથે પણ જાેવા મળવાની છે, તો વળી સાથે સાથે ઋતિક રોશન સાથે પણ રામાયણમાં જાેવા મળવાની છે. એ જ રીતે શાહરૂખ ખાનસાથે પઠાનમા પણ જાેવા મળે એવી વાતો સામે આવી રહી છે
Recent Comments