fbpx
બોલિવૂડ

આત્મસન્માન સાથે સમાધાન કરીને ઉપયોગ કરી રહી છુંઃ કંગના

બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત આજકાલ તેની ફિલ્મો કરતા વધારે ટ્‌વીટ્‌સને લઈને ચર્ચામાં છે. કંગના બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી છે જે હંમેશા પોતાનો અભિપ્રાય આપતા સહેજ પણ સંકોચ રાખતી નથી. કંગના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તેની સાથે જ વાયરલ થાય છે. કંગનાએ પોતે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર નિશાન સાધ્યું છે. તેણે ટિ્‌વટર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. હવે કંગનાએ ખુલાસો કર્યો છે કે તે આત્મસન્માન સાથે સમાધાન કરીને તેનો ઉપયોગ કરી રહી છે. એક ટિ્‌વટર યુઝરે એક લેખ શેર કરીને જણાવ્યું છે કે ભારત મુત્સદ્દીગીરી હેઠળ પાકિસ્તાનને કોરોના રસી સપ્લાય કરે છે. હવે આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કંગનાએ લખ્યું, “અને આ જ કારણ છે કે આપણા જેવા લોકો આપણા આત્મગૌરવની સાથે સમાધાન કરે છે અને આ મૂર્ખ, જુલમી અને પક્ષપાતી સામ્યવાદી પ્લેટફોર્મ ટિ્‌વટરનો ઉપયોગ કરે છે.

કંગનાએ વધુમાં લખ્યું છે, ‘કેમ કે તેઓ તમને કશું જ કહેશે નહી અને જાે અમે તમને નહી કહીએ તો તમને કોણ કહેશે. દેશથી વધીને કંઇ નથી જય હિન્દ. કંગના થોડા સમયથી ટિ્‌વટર પર ખૂબ જ સક્રિય હતી અને તે પોતાનો મુદ્દો રાખતી હતી ભલે તે દેશ સાથે સંબંધિત કોઈ મુદ્દો હોય અથવા મનોરંજનથી સંબંધિત હોય, કંગના નિશ્ચિતપણે ટિ્‌વટ દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. આને લીધે ઘણી વખત તેની આકરી ટીકા થઇ છે. થોડા સમય પહેલા કંગનાએ વેબ સીરીઝ ‘ટાંડવના વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી.

આ પછી, કંગનાના ટિ્‌વટર અકાઉન્ટને અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંગના એમ ચુપ બેસે ખરી તેણે ટિ્‌વટરના સીઈઓ અને સહ-સ્થાપક જેક ડોર્સી પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે જેકને ટેગ કરીને ધડાધડ ટ્‌નીટ કર્યા હતા. કંગનાએ કડવુ લખતા કહ્યુ કે જેક ચાચુ આશા છે કે તમે આવા લોકો સામે જરૂર એક્શન લેશો જે કાયમી પીએમ, ગૃહમંત્રી, સાધુ અને બ્રાહ્મણોને ધમકાવતા રહે અને તેમના મૃત્યુની કામના કરતા રહે છે. આટલું જ નહીં, કંગનાએ પોતાના ટ્‌વીટને કારણે દિલજીત દોસાંઝ, અનુરાગ કશ્યપ, ઉર્મિલા માતોંડકર જેવા સ્ટાર્સ સાથે પણ તકરાર કરી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલ તેની ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે ‘થલાઇવી’, ‘તેજસ’ અને ઇન્દિરા ગાંધીની બાયોપિક પર કામ કરવા જઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/