fbpx
બોલિવૂડ

કંગના રનૌતના વાંધાજનક ટિપ્પળી વાળા ટ્‌વીટને ટ્‌વીટરે કર્યા ડીલીટ

ખેડૂત આંદોલન પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની સક્રિયતા ખૂબ જ વધી ગઇ છે. પોપ સિંગર રિહાનાના ટ્‌વીટ બાદથી જ નારાજ દેખાતી કંગના હવે બધા પર પ્રહારો કરી રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટસમેન રોહિત શર્માને લઇ પણ અપશબ્દો કહી દીધા છે. તેણે ક્રિકેટર્સને આપત્તિજનક શબ્દો કહ્યા. હવે કંગનાની તીખી ટિપ્પણી પર રોહિત શર્માની તરફથી જવાબ આવે તે પહેલાં જ ટિ્‌વટરે અભિનેત્રી પર પગલાં ભર્યા છે. ટિ્‌વટરની તરફથી કંગના રનૌતની આ ટ્‌વીટ જ ડિલીટ કરી દેવાઇ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નજરોમાં તેની આ ટ્‌વીટ નિયમોનું ઉલ્લંઘન છે. પ્લેટફોર્મનું માનીએ તો કંગનાએ ટ્‌વીટમાં જે રીતે ભાષાનો ઉપયોગ કર્યો છે તે તેના પ્લેટફોર્મની દ્રષ્ટિથી ઠીક નથી.

રજૂ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં લખ્યું છે- અમે માત્ર એ ટ્‌વીટસ પર એકશન લીધું છે જે અમારા નિયમોના ઉલ્લંઘનમાં હતી. ઉલ્લેખનીય છે કે કંગના એ જે ટ્‌વીટ કરી હતી તેમાં તેમણે સીધે-સીધું રોહિત શર્મા પર નિશાન સાંધ્યું હતું. ટ્‌વીટમાં કહ્યું હતું કે રોહિત ખૂબ ડરી રહ્યા છે. તે ખૂલીને પોતાની વાત મૂકી રહ્યા નથી. ટ્‌વીટમાં લખ્યું હતું કે ખેડૂત એવા કાયદાઓની વિરૂદ્ધ કેમ હશે જે તેમના માટે ભલે એક ક્રાંતિકારી પગલાંની જેવું હોય. આ આતંકવાદી છે જે બબાલ મચાવી રહ્યા છે. એવું કહો ને, એટલો ડર લાગે છે? હવે રોહિત શર્મા જે ટ્‌વીટ પર કંગનાએ આ કહ્યું તે પણ જાેઇ લેજાે. રોહિત શર્માએ ટ્‌વીટ કરી હતી, જ્યારે પણ આપણે બધા સાથે ઉભા રહીએ છીએ ભારત હંમેશા તાકાતવર રહ્યું છે અને એક ઉપાય શોધવો અત્યારે જરૂરી બની ગયું છે.

આપણા દેશની ભલાઇમાં આપણા ખેડૂત એક મહત્વપૂર્ણ રોલ નિભાવે છે અને મને આશા છે કે આપણે સાથે મળીને ઝડપથી ઉપાય નીકાળીશું. ઈંઇન્ડિયાટુગેધર. રોહિતની ટ્‌વીટ પર કંગનાએ આ તીખી ટિપ્પણી કરી દીધી અને ટિ્‌વટરે તેની વિરૂદ્ધ એકશન લઇ લીધું. હવે ટિ્‌વટરના આ એકશન પર કંગના શું કહે છે એ જાેવા જેવી વાત રહેશે. આપને જણાવી દઇએ કે કંગનાની ટીમ જે એકાઉન્ટને પહેલાં સંભાળતી હતી એ એકાઉન્ટને ઑગસ્ટથી કંગના જાતે સંભાળી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી પોતાના વિરોધીઓ પર સતત આકરા પ્રહારો કરીને કંગના હંમેશા ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં જ કંગના સતત ખેડૂત આંદોલનના વિરોધમાં ટ્‌વીટ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/