fbpx
બોલિવૂડ

કોઇ માત્ર ટિ્‌વટ કરીને સમર્થન આપે છે તો તેમાં વિવાદ શા માટે છેઃ શત્રુઘ્ન સિંહા

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પોપ સિંગર રિહાના અને પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા કરેલા ટિ્‌વટ પછી વિવાદ વધ્યો છે. રાજકારણ જ નહીં, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી રમતગમતની દુનિયા અને સામાન્ય લોકો પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ મુદ્દે દરેકના જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ખેડૂત આંદોલન અંગે વિદેશી હસ્તીઓ દ્વારા કરેલા ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપી હતી.

શત્રુઘ્ન સિંહાએ કહ્યું – ‘કૃષિ કાયદો માત્ર દેશની વાત નથી, આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. પીએમ મોદી પોતે અમેરિકા ગયા હતા અને ટ્રમ્પ સરકારનો કાર્યક્રમ અનેક વખત કર્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને ભારત બોલાવવામાં આવ્યા હતા. જાે આખી દુનિયાએ નાજીવાદ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે તો તેમાં શું ખોટું છે જાે વડા પ્રધાન કહે છે કે આખું વિશ્વ વૈશ્વિક સમુદાય બની ગયું છે, તો તેમાં ખોટું શું છે?
અભિનેતાએ વધુમાં કહ્યું – ‘જાે કોઈ માત્ર ટ્‌વીટ કરીને સમર્થન આપે છે, તો તેમાં વિવાદ શા માટે છે. ત્યારે રિહાનાએ કહ્યું કે આ મુદ્દે શા માટે ચર્ચા કરવામાં આવી નથી. ૭૦ દિવસથી ખેડૂતો શિયાળાની ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે, તેથી સાંપ્રભૂતાની વાત ક્યાં આવે છે.

બોલિવૂડ અને ક્રિકેટ સ્ટાર્સના નિવેદન પર શત્રુઘને કહ્યું કે દરેકને સ્વતંત્રતા હોય છે, પરંતુ ડર, દબાણ, જાેરથી અથવા ગભરાટના કારણે લોકો નિવેદનો આપે છે. આ લોકો પહેલાં બોલ્યા હોતતો સારુ થાત. આ રાગ દરબારી કે રાગ સરકારી લોકો છે. તેમણે ધ્યાનમાં રાખવું જાેઈએ કે આવતીકાલે બીજી સરકાર પણ આવી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/